- ઇઝરાઇલમાં ઘરની બહાર ફેસ માસ્ક પહેરવામાં છૂટ અપાઈ
- બાલમંદિરથી 12માં ધોરણ સુધીના તમામ શાળાઓ ખોલવામાં આવી
- ઇઝરાઇલમાં સફળ રસીકરણને કારણે દર્દીઓની સંખ્યામાં ઘટાડો
તેલ અવીવ (ઇઝરાઇલ): ઇઝરાઇલમાં માસ્ક પહેરવાનો નિયમ રવિવારથી હટાવવામાં આવ્યો હતો. આ અંગે, આરોગ્ય પ્રધાન યૂલી એડેલસ્ટેનએ ગુરુવારે જાહેરાત કરી હતી. સમાચાર એજન્સી સિન્હુઆના અહેવાલ મુજબ, એડલસ્ટેનએ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમણે મંત્રાલયના ડાયરેક્ટર જનરલ હેજી લેવીને માસ્ક પહેરવાના પ્રતિબંધને રદ કરવાના આદેશ પર હસ્તાક્ષર કરવા સૂચના આપી હતી.
આ પણ વાંચો:અબુધાબીમાં શેખ અબ્દુલ્લાને મળ્યા ભારતીય વિદેશ પ્રધાન, દ્વિપક્ષીય આર્થિક મુદ્દાઓને લઈને કરી ચર્ચા
મંત્રાલયની ભલામણ પર શાળા ખોલાઈ
શિક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, બાલમંદિરથી 12માં ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓમાં માટે શાળા ખોલવામાં આવી છે. મંત્રાલયની ભલામણ પર નિર્ણય લેવામાં આવ્યો કે, કોરાનાના દર્દીઓની સંખ્યા ઓછી હોવાને કારણે ઇઝરાઇલમાં જાહારમાં માસ્ક પહેરવાની જરૂર નથી. પણ, ઇઝરાઇલીઓને હજી પણ ઇન્ડોર સ્થળોએ માસ્ક પહેરવાની જરૂર છે.
આ પણ વાંચો:અમેરિકામાં રાઇટ સીન પાસે પેટ્રોલિંગ કરતા બે પોલીસકર્મી પર ગોળીબાર
માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું હતું
એડલસ્ટેને કહ્યું કે, ઇઝરાઇલમાં સફળ રસીકરણને કારણે દર્દીઓની સંખ્યા એકદમ ઓછી છે અને તેથી નાગરિકો માટેના પ્રતિબંધોમાં ઘટાડો કરી શકાય એમ છે. ઇઝરાઇલે દેશમાં મહામારી શરૂ થયાના એક મહિના પછી, એપ્રિલ 2020ની શરૂઆતમાં ઘરની બહાર ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું હતું. ફેસ માસ્ક ન પહેરવા બદલ 200 નવા શેકેલ (61) નો પ્રથમ દંડ લગાડવામાં આવ્યો હતો, જે જુલાઈ 2020માં ઘટીને 500 શેકેલ થઈ ગયો.