- ઇઝરાયેલે પાંચ થી 11 વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ શરૂ કર્યું
- ઇઝરાયેલ તાજેતરમાં કોવિડ મહામારીના ચોથી લહેરમાંથી બહાર આવ્યું
- છેલ્લા કેટલાક અઠવાડિયાથી સંક્રમણના દૈનિક કેસ પણ પ્રમાણમાં ઓછા
તેલ અવીવ: ઇઝરાયેલે(Israel) મંગળવારે પાંચ થી 11 વર્ષની વયના બાળકોનું કોવિડ વિરોધી (Corona vaccination in children aged 5 to 11 years )રસીકરણ શરૂ કર્યું.
ઇઝરાયેલ કોવિડ મહામારીના ચોથી લહેરમાંથી બહાર આવ્યું
ઇઝરાયેલ (Corona in Israel )તાજેતરમાં કોવિડ મહામારીના(Covid-19 ) ચોથી લહેરમાંથી બહાર આવ્યું છે, અને છેલ્લા કેટલાક અઠવાડિયાથી સંક્રમણના દૈનિક કેસ પણ પ્રમાણમાં ઓછા છે, પરંતુ આરોગ્ય મંત્રાલયના (Ministry of Health )આંકડા દર્શાવે છે કે મોટાભાગના બાળકો અને કિશોરો નવા સંક્રમણથી (Children and adolescents new transition)પ્રભાવિત થયા છે.
નવી રસીકરણ ઝુંબેશ સંક્રમણ ઘટાડવામાં મદદ
સારવાર હેઠળના લગભગ અડધા દર્દીઓ પાંચ થી 11 વર્ષની વય જૂથના બાળકો છે. અધિકારીઓને આશા છે કે નવી રસીકરણ ઝુંબેશ (Vaccination campaign)સંક્રમણ ઘટાડવામાં મદદ કરશે અને નવી લહેરને પણ અટકાવી શકે છે.