ઈરાકમાં સરકાર વિરોધ પ્રદર્શનમાં એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં 25 લોકોના મૃત્યુ અને 130 લોકો ઘાયલ થયા છે. ઈરાકના અધિકારીઓએ સમગ્ર ઘટનાની માહિતી આપી છે.
ઈરાકમાં ગોળીબારમાં 25ના મોત, 130 ધાયલ - ગોળીબારીની ઘટના
બગદાદ: ઈરાકમાં સરકાર વિરોધી પ્રદર્શન દરમિયાન ગોળીબારીની એક ઘટના બની હતી. આ ગોળીબારીની ઘટનામાં 25 લોકોના મૃત્યુ થયા છે.
etv bharat
અધિકારીઓએ જણાવ્યું કે, બંદૂકધારીઓ સામાન્ય નાગરિકને નિશાને બનાવ્યા હતા. ગોળીબાર જે સમય પર થયો ત્યારે પ્રદર્શનકારી સેન્ટ્રલ બગદાદના અલ-ખાલાની સ્કવાયર પર પ્રદર્શન કરી રહ્યા હતા.
બંદૂકધારીઓએ સરકાર વિરોધી પ્રદર્શનકરીઓને નિશાને બનાવ્યા હતા. ઓક્ટોબર મહિનાની શરૂઆતથી જ ઈરાકમાં સરકાર-વિરોધી પ્રદર્શન થઈ રહ્યું છે. લોકો આર્થિક સુધારણા, સારી સ્થિતિ, સામાજી કલ્યાણ અને ભ્રષ્ટાચારને દૂર કરવાની માંગ કરી રહ્યા છે.