તેહરાન: શનિવારે સરકારી ટેલિવિઝન ચેનલ સાથેની વાતચીતમાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇલીએ કહ્યું હતું કે, અફઘાન પ્રજાએ જલદીથી તેમની સરકાર બનાવવા માટે મત આપવો જોઈએ. જેથી ત્યાં શાંતિ રહે. તેમણે કહ્યું કે, ત્યાં એક એવી સરકારની બનવી જોઈએ જે લોકોના મતોથી ચૂંટાય અને લોકોની હોય.
ઇરાનના રાષ્ટ્રપતિએ અફઘાનિસ્તાનમાં ચૂંટણી યોજવાની કરી માંગ - AFGHANISTAN
ઈરાનના રાષ્ટ્રપતિએ અફઘાનિસ્તાનમાં વહેલામાં વહેલી તકે ચૂંટણી યોજવાની માંગ કરી છે. જેથી દેશનું ભવિષ્ય નક્કી કરી શકાય. તેમણે આશા વ્યક્ત કરી કે, અફઘાનિસ્તાનમાં ફરીથી શાંતિ થઇ શકે છે.
ઇરાનના રાષ્ટ્રપતિ
ઇસ્લામિક રિપબ્લિક હંમેશા અફઘાનિસ્તાનમાં શાંતિ ઇચ્છે છે
રઇસીએ કહ્યું કે, ઇસ્લામિક રિપબ્લિક હંમેશા અફઘાનિસ્તાનમાં શાંતિ ઇચ્છે છે. હત્યાના અંત માટે પ્રાર્થના કરી અને લોકોની ઇચ્છા અનુસાર સાર્વભૌમત્વ ઇચ્છે છે. અમે અફઘાન લોકો દ્વારા ચૂંટાયેલી સરકારને ટેકો આપીશું.