ગુજરાત

gujarat

ETV Bharat / international

ઈરાનના નેતાએ ઈઝરાયલને 'કેન્સર ટ્યુમર' કહ્યું - latest news of iran

કુદ્સ ડે નિમિત્તે રાષ્ટ્રને સંબોધન કરતાં ઇરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામનેઈ ઇઝરાઇલને 'કેન્સરની ગાંઠ' ગણાવી હતી. સાથે જ તેમણે ઇઝરાયલનો સંપૂર્ણ નાશ કરવાની પણ ધમકી ઉચ્ચારી હતી.

ઈરાન
ઈરાન

By

Published : May 23, 2020, 12:19 PM IST

તેહરાન: ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતલ્લાહ અલી ખમાનીએ શુક્રવારે ઇઝરાઇલને નિશાન સાંધતા કહ્યું કે તે 'કેન્સરની ગાંઠ' સમાન ગણાવ્યું હતું.

તેમણે પેલેસ્ટાઈનોના સમર્થનમાં વાર્ષિક ભાષણ દરમિયાન કહ્યું હતું કે, તેને જળમૂળથી ઉખાડી નાખવામાં આવશે. જેને મધ્ય પૂર્વના ઈરાનના સૌથી કટ્ટર દુશ્મન માટે એક નવા ખતરો તરીકે જોવામાં આવી રહ્યું છે.

ખામનેઈ 'કુડ્સ ડે' નિમિત્તે આ ભાષણ કર્યું હતું, તે દરમિયાન તેહરાન સહિત દેશના અન્ય ભાગોમાં પણ સરકાર સમર્થિત પ્રદર્શન જોવા મળ્યા હતા. યરુશલેમનું અરેબી નામ 'અલ-કુદ્સ' છે.

ખામનાઇએ રાષ્ટ્રને 30 મિનિટનું ભાષણ આપ્યું હતું, જે સરકારી ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યું હતું,

આ દરમિયાન તેમણે વારંવાર ઇઝરાઇલને કેન્સરની ગાંઠ કહી સંબોધ્યુ હતું. ઇઝરાઇલની સૈન્ય અને અન્ય સહાય માટે યુએસ અને પશ્ચિમી દેશોની પણ ટીકા કરી હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details