ગુજરાત

gujarat

ETV Bharat / international

ઇરાનમાં મિસાઇલ નિર્માણ સ્થળ નજીક વિસ્ફોટ, સેટેલાઇટ તસવીર સામે આવી

ઈરાનની રાજધાનીમાં વિસ્ફોટની સેટેલાઇટ તસવીરો સામે આવી છે. આ તસવીર બતાવે છે કે, વિસ્ફોટ થયો તે સ્થળ ભૂગર્ભ મિસાઇલ નિર્માણ સ્થળ છે. તેહરાનમાં શું બન્યું છે અને તે કેવી રીતે થયું તે હજુ સુધી જાણી શકાયું નથી.

ઇરાનમાં મિસાઇલ નિર્માણ સ્થળ નજીક વિસ્ફોટ
ઇરાનમાં મિસાઇલ નિર્માણ સ્થળ નજીક વિસ્ફોટ

By

Published : Jun 28, 2020, 5:18 PM IST

તેહરાન: ઈરાનની રાજધાની તહેરાનમાં શુક્રવારે પૂર્વીય પર્વતીય વિસ્તારોમાં થયેલા એક વિસ્ફોટથી સમગ્ર રાજધાની હચમચી ઉઠી હતી. વિસ્ફોટ સમયની સેટેલાઈટ તસવીરો સામે આવ્યા પછી અધિકારીઓનું માનવું છે કે, ઈરાનનું અહીં મિસાઇલ નિર્માણ કેન્દ્ર છે. સેટેલાઇટ તસવીર શનિવારે સામે આવી હતી.

શુક્રવારે તેહરાનમાં શું થયું, ક્યા કારણથી વિસ્ફોટ થયો હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. વિસ્ફોટ પછી આકાશમાં જ્વાળાઓ દેખાઈ હતી. અધિકારીઓનું માનવું છે કે અહીં ઈરાનનું ગુપ્ત મિસાઈલ ઉત્પાદન કેન્દ્ર છે. આ વિસ્ફોટ એક ટનલમાં થયો છે જ્યાં ઈરાન ગુપ્તરીતે મુસાઈલ તૈયાર કરે છે તેમ શનિવારે જાહેર થયેલી સેટેલાઈટ તસવીરો જાણી શકાય છે કે અંહીં વિસ્ફોટ થયો છે.

વિસ્ફોટ પછી ઇરાની સરકારનો અસામાન્ય પ્રતિસાદ એક સંવેદનશીલ કાર્ય તરફ ઇશારો કરે છે કે જે આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો માને છે કે, ઇસ્લામિક રિપબ્લિક દ્વારા બે દાયકા પહેલા સ્થળની નજીક પરમાણુ શસ્ત્રો માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિસ્ફોટન ઘટના પછી ફરી એક વખત ઈરાનના ન્યૂક્લિયર પ્રોગ્રામ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. શુક્રવારે તહેરાન નજીક આકાશમાં વિસ્ફોટ પછી અગનગોળા શેના હતા તે હજી અસ્પષ્ટ છે. જોકે, આ ઘટના પછી ઈરાન સરકાર તરફથી અસાધારણ પ્રક્રિયા આવી છે, જેનાથી શંકા વધી રહી છે.

ઈરાન સરકારે વિસ્ફોટની સંવેદનશીલતાની અવગણના કરી છે ત્યારે આંતરરાષ્ટ્રીય ઈન્સ્પેક્ટર્સનું માનવું છે કે, જે જગ્યાએ વિસ્ફોટ થયો છે તે વિસ્તાર ઈરાન માટે ખૂબ જ સંવેદનશીલ જગ્યાઓમાંથી એક છે. લગભગ બે દાયકા પહેલાં આ જ વિસ્તારમાં ઈસ્લામિક રિપબ્લિકે હાઈ એક્સપ્લોઝિવ ન્યૂક્લિયર વેપનનું પરિક્ષણ કર્યું હતું.

અલબોર્જ પર્વતીય ક્ષેત્રમાં શુક્રવારે વહેલી સવારે થયેલા વિસ્ફોટ પછી છેક રાજધાની તહેરાનમાં મકાનો હલી ગયા હતા, બારીઓ તૂટી ગઈ હતી અને આકાશમાં અજવાળુ થઈ ગયું હતું.માહીતી મુજબ વિસ્ફોટ પછી આકાશમાં ખૂબ જ ઊંચાઈ સુધી ધૂમાડો ફેલાઈ ગયો હતો. પાછળથી સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા દાઉદ આબદીએ માત્ર એટલું જણાવ્યું કે ગેસ લિકેજના કારણે આ વિસ્ફોટ થયો હતો. તેમાં કોઈ જાનહાની થઈ નથી. તેમણે પર્વતીય ક્ષેત્રોને જાહેર જગ્યા ગણાવી છે.

તહેરાનની પૂર્વે 20 કિ.મી. દૂર આ વિસ્તારના સેટેલાઈટ ફોટામાં સેંકડો મીટર વિસ્તાર બળીને નાશ થઈ ગયો હોવાનું જોવા મળ્યું હતું. કેટલાક સપ્તાહ પહેલાં આ વિસ્તારની સેટેલાઈટ તસવીરો કંઈક અલગ જ ચિત્ર દર્શાવતી હતી. ગેસ સ્ટોરેજ વિસ્તારના સૃથળને વિશ્લેષકો ઈરાનના ખોજિર મિસાઈલ કેન્દ્ર તરીકે ઓળખાવે છે.

કેલિફોર્નિયાના મોન્ટેરીમાં મિડલબરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના જેમ્સ માર્ટિન સેન્ટર ફોર નોનપ્રોલીફિરેશન સ્ટડીઝના સંશોધનકર્તા ફેબિયન હિંજે જણાવ્યું હતું કે, ગેસ સ્ટોરેજ ક્ષેત્ર ઈરાનની ખોજીર મિસાઇલ સ્થાપનાની નજીક છે. લાગે છે કે આ વિસ્ફોટ શાહિદ બેકરી ઔદ્યોગિક સમૂહની સ્થાપના સમયે થયો છે, જે ઠોસ-પ્રોપેલેન્ટ રોકેટ બનાવે છે.

ABOUT THE AUTHOR

...view details