ગુજરાત

gujarat

ETV Bharat / international

ઇઝરાયલમાં ભારતીય દંપતિની બાળકો સહિત ધરપકડ, ગેરકાયદેસર રીતે રહેવાનો આરોપ - ભારતીય દંપતિ તથા તેમના બાળકોની ધરપકડ

યરૂશલમ:ઇઝરાયલમાં ગેરકાયદેસર રીતે રહેવાના આરોપમાં એક ભારતીય દંપતિ તથા તેમના બાળકોની ધરપકડ કરી છે. મળતી માહીતી મુજબ તેમની ધરપકડ તેમની બરતરફ કરવા આગાઉ કરવામાં આવી છે.

FILE PHOTO

By

Published : Nov 8, 2019, 12:56 PM IST

દેશમાં પોપુલેશન એન્ડ ઇમીગ્રેશન ઓથોરિટીના અધિકારીઓ ટીના તથા મિમિન લોપેજના ઘરમાં ગયા અને તેમના સાત વર્ષના પુત્ર તથા એક વર્ષની બાળકી સાથે તેમની ધરપકડ કરી હતી. પરિવારને મધ્ય ઇઝરાયલ સ્થિત કસ્ટડીમાં લઇ જવામાં આવ્યા છે.

ભારતીય દૂતાવાસ મુજબ, પરિવારને સ્વાસ્થ્ય સંબધિત તપાસ માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે, જે બાદ તેમને કોર્ટમાં હાજર કરવામાં આવશે. દંપતિ કર્ણાટકના રહેવાસી છે તથા તે ઇઝરાયલમાં વીઝા પર રહી રહ્યા હતા. તેમના ભારતીય પાસપોર્ટની સમય સીમા પણ ખત્મ તઇ ગઇ છે.

ABOUT THE AUTHOR

...view details