- ઓઇલ ટેન્કરમાં વિસ્ફોટ થતાં 75ના મોત, 15 ઘાયલ
- આસપાસની બિલ્ડિંગ્સ અને વાહનો પણ સળગ્યા
- 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો
કેપ-હૈતિયન (હૈતી) : હૈતીમાં ઓઇલ ટેન્કરમાં વિસ્ફોટ (Haiti Oil Tanker Accident) થતાં ઓછામાં ઓછા 75 લોકોના મોત થયા છે. સ્થાનિક અધિકારીઓએ આ માહિતી આપી. કેપ હૈતિયનમાં મધ્યરાત્રી પછી વિસ્ફોટ (haiti blast in fuel tanker) થયો હતો, જેના કલાકો પછી તેની દ્વારા અથડાયેલી ઇમારતો અને વાહનો હજુ પણ સળગી રહ્યાં છે.
15 સળગેલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા
અગ્નિશામકોએ દાઝી ગયેલા મૃતદેહોને સફેદ ચાદરથી ઢાંકી દીધા અને ટ્રકમાં ભરી દીધા છે. કેપ-હૈતિયનના ડેપ્યુટી મેયર (mayor of cape-haitian) પેટ્રિક અલ્મોનરે કહ્યું કે, જે બન્યું તે ભયાનક છે. તેમણે જણાવ્યું કે, આ અકસ્માતમાં 75 લોકોના મોત થયા છે. હૈતીના આ બીજા સૌથી મોટા શહેરમાં હોસ્પિટલો સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે. તે જ સમયે, 15 સળગેલા લોકોને રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સ (haiti capital port o prince) એરલિફ્ટ કરવામાં આવ્યા છે.