- ન્યૂ યોર્કમાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મહાસચિવ એન્તોનિયો ગુતારેસ (Antonio Guterres) સાથે કરી મુલાકાત
- એસ. જયશંકર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની 2 મહત્ત્વપૂર્ણ બેઠકોમાં ભાગ લેવા માટે ન્યૂ યોર્કમાં છે
- વિદેશ પ્રધાન અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચા કરી
ન્યૂ યોર્કઃ વિદેશ પ્રધાન એસ. જયશંકરે મંગળવારે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુતારેસ સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. એસ. જયશંકરે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુતારેસ સાથે મુલાકાત કરીને ખુશી થઈ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠક પર ચર્ચા પછી અમારી વાર્તા અફઘાનિસ્તાન પર કેન્દ્રિત રહી હતી.
આ પણ વાંચોઃવિદેશ પ્રધાન જયશંકરે અફઘાનિસ્તાનની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા કહ્યું- પરિસ્થિતિ પર છે નજર
સુરક્ષા પરિષદના આ સપ્તાહે 2 ઉચ્ચ સ્તરીય મહત્ત્વના કાર્યક્રમો એસ. જયશંકરની અધ્યક્ષતામાં યોજાશે
ભારત ઓગસ્ટ મહિના માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)નું અધ્યક્ષ છે. તેને ધ્યાનમાં રાખી જયશંકર સુરક્ષા પરિષદના આ સપ્તાહે 2 ઉચ્ચ સ્તરીય મહત્ત્વના કાર્યક્રમોની અધ્યક્ષતા માટે સોમવારે ન્યૂ યોર્ક પહોંચ્યા છે. પહેલા દિવસે જયશંકરે પોતાના ફ્રાન્સિસી સમકક્ષ જીવ યવેસ લે ડ્રિયન (Jean Yves Le Drian) સાથે વાતચીત કરી અને અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.