- અફઘાનિસ્તાનમાં 6 લાખ લોકો રસ્તા પર
- લોકોને દવા-ખોરાકની જરૂર
- માનવીય મદદની પણ છે જરૂર
બર્લિન : સંયુક્ત રાષ્ટ્રની બંન્ને એજન્સી એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, " અફઘાનિસ્તાનમાં રહીને તે લોકોની મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ સાથે તેમણે કહ્યું કે, " કાબુલમાં આ સમયે કોઈ પણ કોમર્શયલ ફ્લાઈટ્સને પરવાનગી નથી આપવામાં આવી રહીછે".
માનવીય સહાયતાની જરૂર
યુએને કહ્યુ, " અમને દેશમાં આપૂર્તીનો માર્ગ નથી મળી રહ્યો જે લોકોને જરૂરી છે. તેમણે જણાવ્યું કે કેવી રીતની સમસ્યાનો સામનો માનવીય સહાયતા કરવાવાળી અન્ય એજન્સીઓને પણ કરવું પડી રહ્યું છે. તેમણે કહ્યું કે ," આ દિવસોમાં વિદેશીઓ અને ખતરાઓના સામનો કરી રહેલા અફઘાનિઓની નિકાસી પર ધ્યાન કેન્દ્રીત છે. પણ ઘણી આબાદિને માનવીય સહાયની જરૂર છે, જેની અવગણના ના કરવી જોઈએ.