ગુજરાત

gujarat

ETV Bharat / international

ચીનમાં કોરોનાનો કેર, એક દિવસમાં 242ના મોત, મૃત્યુંઆંક 1300ને પાર - coronavirus death toll surges past 1300

ચીનમાં કોરોના વાયરસરૂપી કાળ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો, હવે તો તેની સામે આરોગ્ય તંત્ર પણ નબળું સાબિત થઈ રહ્યું છે. બુધવારે હુબેઈ પ્રાંતમાં એક જ દિવસમાં 242 લોકોના મોત થયાં છે. જેથી ચીનમાં અત્યાર સુધીનો મૃત્યુઆંક 1300ને વટાવી ચૂક્યો છે.

coronavirus
coronavirus

By

Published : Feb 13, 2020, 3:04 PM IST

ચીનમાં વાયરસથી અત્યાર સુધીમાં 1300થી વધુ લોકોનાં મોત થયાં છે. બુધવારે આ વાયરસના કારણે હુબેઇ પ્રાંતમાં એક દિવસમાં 242 લોકોના મોત થયા હતા. એક દિવસમાં થયેલાં મોતની આ સૌથી મોટી સંખ્યા છે, તો બીજી તરફ અસરગ્રસ્ત 14,840 નવા લોકોની પુષ્ટિ કરાઈ છે. જેથી ચીનમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે, ચીનમાં દિવસેને દિવસે કોરોના વાયરસ વકરી રહ્યો છે. જેમાં અનેક લોકોના મોત થઈ રહ્યાં છે, ત્યારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ જનતાની વ્હારે આવ્યાં હતા અને આ રોગચાળાને નાથવા માટેની કામગીરી હાથ ધરી હતી. તેમણે સ્થાનિક હૉસ્પિટલની મુલાકાત લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details