ગુજરાત

gujarat

ETV Bharat / international

કોરોનાનો 'કાળો કેર': ચીન બાદ ઈરાનમાં 12ના મોત, આંતરરાષ્ટ્રીય સરહદો બંધ - ચીન ન્યૂઝ

ચીનમાં કોરોના વારયસનો કેર યથાવત છે. આ વાયરસના કારણે ચીનમાં 2500થી વધારે લોકોના મોત થયા છે. જે કોરાનો વાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરમાંથી થઇ હતી. એ હવે ઈરાનમાં પણ કોરોના વાયરસના કારણે 12 લોકોના મોત થયા છે.

coronavirus
કોરોના

By

Published : Feb 25, 2020, 8:20 AM IST

Updated : Feb 25, 2020, 9:15 AM IST

તહેરાન: કોરોના વાયરસ હવે દુનિયાના અલગ અલગ દેશોમાં પહોંચ્યો છે. આ વાયરસના કારણે ઈરાનમાં પણ લોકોના મોત થઇ રહ્યાં છે. સોમવાર સવાર સુધીમાં ઈરાન કોરોના વાયરસના કારણે 12 લોકોના મોત થયા હતા અને 50થી વધારે લોકો આ વાયરસના સંક્રમણથી પીડિત છે. જેના કારણે પાકિસ્તાને ઈરાન સાથે સ્પર્શતી સરદહને અસ્થાયી રૂપથી બંધ કરી દીધી છે.

કોરોના વાયરસના હજી પણ મધ્યપૂર્વના ઘણા દેશોમાં ફેલાયો નહોતો, પરંતુ ધીમે ધીમે ત્યાં પણ પહોંચવા લાગ્યો છે. મળતી માહિતી પ્રમાણે, કુવૈત અને બહેરીનના સ્વાસ્થ્ય મંત્રાલયોએ કોરોના વાયરસ ફેલાવવાની જાહેરાત કરી હતી. કુવૈતમાં કોરોના વાયરસના સંક્રમણના 3 કેસ સામે આવ્યાં છે.

પાકિસ્તાને રવિવારે કહ્યું કે, સરહદ પર કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે મેડિકલ ઈમજન્સી જાહેર કરી દીધી છે. ઈરાનની સાથે સ્પશર્તી સરહદને અસ્થાયી રૂપથી બંધ કરી દીધી છે. બલુચિસ્તાનના ગૃહપ્રધાન મીર જિયાઉલ્લાહ લૈંગોવે કહ્યું કે, બલુચિસ્તાનમાં ઈરાનની સાથે સ્પશર્તી પાકિસ્તાનની સરહદને બંધ કરી દેવામાં આવી છે.

Last Updated : Feb 25, 2020, 9:15 AM IST

ABOUT THE AUTHOR

...view details