- કાબુલમાં સિરિયલ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 72 લોકો મૃત્યું
- હુમલામાં ઓછામાં ઓછા 60 અફઘાન
- પ્રથમ વિસ્ફોટ એરપોર્ટના અબ્બે ગેટ પર થયો
કાબુલ એરપોર્ટ હુમલામાં 12 અમેરિકી સૈનિકો સહિત 72 લોકોના મોત, ISISના ખુરાસાન ગ્રુપે લીધી જવાબદારી
કાબુલ:અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના એરપોર્ટ નજીક ગુરુવારે સિરિયલ વિસ્ફોટ થયા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા 72 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. એક અફઘાન અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, એરપોર્ટ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 60 અફઘાન માર્યા ગયા હતા અને 143 અન્ય લોકો ઘાયલ થયા હતા.આતંકી સંગઠન ISISના ખુરાસાન ગ્રૂપે હુમલાની જવાબદારી લીધી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જનરલ કેનેથ મેકેન્ઝીએ કહ્યું છે કે, મરનારાઓમાં 12 મરીન કમાન્ડો સામેલ છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્ત છે. કાબુલ એરપોર્ટથી તમામ ફ્લાઈટ ઓપરેશન્સ બંધ કરી દેવાયા છે.
યુએસ અધિકારીએ જણાવ્યું
બે યુએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલામાં 11 યુએસ મરીન અને નૌકાદળના તબીબી કર્મચારીઓ પણ માર્યા ગયા છે. તેમણે કહ્યું કે હુમલામાં વધુ 12 સેવા આપતા કર્મચારીઓ ઘાયલ થયા છે અને હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે.
કાબુલ એરપોર્ટ હુમલામાં 12 અમેરિકી સૈનિકો સહિત 72 લોકોના મોત, ISISના ખુરાસાન ગ્રુપે લીધી જવાબદારી
પ્રથમ વિસ્ફોટ એરપોર્ટના અબ્બે ગેટ પર થયો
પ્રથમ વિસ્ફોટ એરપોર્ટના અબ્બે ગેટ પર થયો હતો. આ પછી, બીજો વિસ્ફોટ એરપોર્ટ નજીક બેરોન હોટલ પાસે થયો, જ્યાં બ્રિટિશ સૈનિકો રોકાયા હતા. પહેલા વિસ્ફોટ બાદ ફ્રાન્સે બીજા વિસ્ફોટ અંગે એલર્ટ જારી કર્યું હતું, ત્યારબાદ ફરી વિસ્ફોટ થયો હતો. કાબુલ એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં બ્લાસ્ટના કારણે ગભરાટનું વાતાવરણ ફેલાયું હતુ.
આ મોતની કિંમત ચૂકવવી પડશે: અમેરિકી રાષ્ટ્રપતિ
અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને કાબુલ થએલા હુમલા પર જણાવ્યું કે, આ મોતની કિંમત ચૂકવવી પડશે. અમે આ ભૂલીશું નહીં તમને માફ કરવામાં આવશે નહીં. અમે અફઘાનિસ્તાનમાં રહેતા અમારા અમેરિકન નાગરિકોને બચાવીશું, તેમજ અમારા સાથીઓને બહાર કાઢીશું, અમારું મિશન ચાલુ રહેશે. જરૂર પડે તો વધારાના અમેરિકન સૈનિકોને અફઘાનિસ્તાનમાં પાછા મોકલીશુ.
કાબુલ એરપોર્ટ હુમલામાં 12 અમેરિકી સૈનિકો સહિત 72 લોકોના મોત, ISISના ખુરાસાન ગ્રુપે લીધી જવાબદારી
કાબુલ એરપોર્ટ આત્મઘાતી બોમ્બ ધડાકામાં ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રાંત હતા સામેલ
ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રાંતે હુમલાની જવાબદારી લીધી ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રાંતે (ISIS-K અથવા ISKP) એ સત્તાવાર રીતે દાવો કર્યો છે કે, તેઓ કાબુલ એરપોર્ટ પર ગુરુવારે થયેલા આત્મઘાતી બોમ્બ ધડાકામાં સામેલ હતા. આ સાથે તેણે એક તસ્વીર પણ જારી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તસવીર તે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરનારની છે. જેનું નામ અબ્દુલ રહેમાન અલ લોગહરી છે અને તે કદાચ લોગાર પ્રાંતના રહેવાસી હતા.
અમેરિકન સૈનિકોના મતને લઇને રિપબ્લિકન પાર્ટીએ યુએસ પ્રમુખના રાજીનામાંની કરી માગ
કાબુલ એરપોર્ટની બહાર બોમ્બ ધડાકામાં અમેરિકન સૈનિકો અને કેટલાક અમેરિકનો સહિત અફઘાન નાગરિકોના મોત બાદ રિપબ્લિકન પાર્ટીએ યુએસ પ્રમુખ જો બિડેનના રાજીનામા અથવા મહાભિયોગની માગ કરી છે.
ભારતે કાબુલમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોની કરીવાત
ભારતે કાબુલમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત કાબુલમાં આજે થયેલા બોમ્બ વિસ્ફોટમાં હુમલાનો ભોગ બનેલા પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ, આ સાથે ઘાયલો માટે પ્રાર્થના, આજના હુમલાઓએ મુદ્દાને ફરી મજબુત કરે છે કે વિશ્વને આતંકવાદ અને આતંકવાદીઓને મદદ કરનારાઓ સામે એક થવાની જરૂર છે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે હુમલાની કરી વાત
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે હુમલાની વાત કરતા જણાવ્યું હતુ. કે આ ઘટના અફઘાનિસ્તાનમાં જમીન પર પરિસ્થિતિની અસ્થિરતા દર્શાવે છે. મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારીકે દૈનિક પ્રેસમાં જણાવ્યું હતું કે, જેમાં ઘણા નાગરિકો માર્યા ગયા હતા અને ઘાયલ થયા હતા. તે માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અંગેના પ્રશ્નોના જવાબમાં દુજારીકે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર જાનહાનિ અને ઘાયલોની ગણતરી કરી રહ્યું છે, હુમલામાં અત્યાર સુધી યુએનના કોઈ કર્મચારી ઘાયલ થયા નથી.
બાલાસ્ટમાં 12 અમેરિકી સૈનિકોના મોત
યુએસ સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર મરીન કોર્પ્સ જનરલ કેનેથ એફ.મૈકેજી જૂનિયરે જણાવ્યું તે કાબુલ સિરિયલ બાલાસ્ટમાં 12 અમેરિકી સૈનિકોના મોત થયા છે.જ્યારે 15 લોકો ઘાયલ થયા છે તાલિબાને કાબુલ એરપોર્ટની બહાર થયેલા વિસ્ફોટોની નિંદા કરી અને કહ્યું કે આ હુમલો અમેરિકી દળો દ્વારા નિયંત્રિત વિસ્તારમાં થયો છે.