- પંજીર ખીણમાં બે જૂથો વચ્ચે ભીષણ લડાઈ
- તાલિબાનોએ અફઘાનિસ્તાનના દરેક ભાગ પર કબજે કર્યા
- તાલિબાન દ્વારા પંજશીરને કબજે કરવા દીધું ન હતું
કાબુલ: તાજેતરના મીડિયા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે, પંજશીર ખીણમાં બે જૂથો વચ્ચે ભીષણ લડાઈ થઈ છે. વાસ્તવમાં, તાલિબાનોએ અફઘાનિસ્તાનના લગભગ દરેક ભાગ પર કબજો કરી લીધો છે.તાલિબાને ભલે આખા અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો હોય પરંતુ એક અભેદ્ય કિલ્લો એવો છે જ્યાં તે કબજો કરવાનું સપનામાં પણ વિચારી નથી શકતા. આજથી વીસ વર્ષ પહેલા પણ એજ હાલ હતા અને આજે પણ એ જ હાલ છે. આ અભેદ્ય કિલ્લો છે પંજશીર ખીણ.
તાજબાન સૈનિકો અને ઉત્તરી ગઠબંધન વચ્ચે પંજશીર ખીણમાં લડાઈ
અહેવાલો અનુસાર, તાજબાન સૈનિકો અને ઉત્તરી ગઠબંધન વચ્ચે પંજશીર ખીણમાં લડાઈ શરૂ થઇ છે. ત્યારે તાલિબાન લડવૈયાઓ આ વિસ્તારમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે અહમદ શાહ મસૂદના લડવૈયાઓ તરફથી કઠિન સ્પર્ધાનો સામનો કરી રહ્યા છે. જોકે, અગાઉ અલ જઝીરાએ દાવો કર્યો હતો કે મસૂદના દીકરાએ તાલિબાન સાથે હાથ મિલાવ્યા છે. મહત્વનું છે કે, અહમદ શાહ મસૂદ ઉત્તરી ગઠબંધનની રચના બાદથી તાલિબાન સાથે લડી રહ્યો છે. તેઓએ ક્યારેય તાલિબાન દ્વારા પંજશીરને કબજે કરવા દીધું ન હતું.
તાલિબાન સાથે યુદ્ધની તૈયારી
અહેવાલો અનુસાર, સેંકડો તાલિબાન ખીણ તરફ આગળ વધી રહ્યા છે. અહમદ શાહ મસૂદના 32 વર્ષીય પુત્ર અહેમદ શાહે, જે પંચશીરના શેર તરીકે ઓળખાય છે, તેણે જણાવ્યું કે, તે પોતાના અધિકારક્ષેત્ર હેઠળના વિસ્તારો તાલિબાનને સોંપશે નહીં. ગત રાત્રે અલ-અરબિયા ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે તેઓ યુદ્ધમાં નહીં જાય પરંતુ કોઈપણ પ્રકારના આક્રમકતાનો વિરોધ કરશે. અહેમદ મસૂદે કહ્યું છે કે જો તાલિબાન સાથે વાતચીત નિષ્ફળ જાય તો યુદ્ધ ટાળી શકાય નહીં.
તાલિબાન વિરોધી સંગઠિત
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અહમદ મસૂદના નેતૃત્વમાં તાલિબાનનો વિરોધ કરી રહેલા સરકારી દળો વિવિધ વિસ્તારોમાંથી રેલી યોજી પંજીશર ખીણમાં ભેગા થયા છે, જે તાલિબાન પાસેથી મોરચો લઈ રહ્યા છે. તાલિબાન વિરોધી નેતા અહમદ મસૂદનું કહેવું છે કે, જો તાલિબાનો પંજશીર ઘાટી પર કબજો કરવાનો પ્રયાસ કરશે. તો લશ્કર લડવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાગલાન પ્રાંતના ત્રણ જિલ્લા ગુમાવ્યા બાદ તાલિબાનોએ ફરી એક વખત યુદ્ધ કર્યું છે. આ જિલ્લાઓમાં તાલિબાન દ્વારા લડાઈ તેજ કરવામાં આવી છે. બાગલાન પ્રાંતના બાનુ અને આંદ્રાબમાં તાલિબાનોએ ફરી હુમલા શરૂ કર્યા હોવાના અહેવાલ છે.
અલ-કાયદાના અસ્તિત્વ અંગે સ્પષ્ટતા
તાલિબાનની રાજકીય કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ નઇમે સાઉદીની માલિકીની અલ હદાથ ટીવી સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે અલ-કાયદા અફઘાનિસ્તાનમાં હાજર નથી અને આંદોલનનો તેમની સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને અમેરિકા અને અન્ય દેશો સાથે વાતચીત ચાલી રહી છે.