ગુજરાત

gujarat

ETV Bharat / international

મિસ્રમાં કપડાની ફેક્ટરીમાં આગના કારણે 20ના મોત

મિસ્રની રાજધાનીની પાસે એક કપડાની ફેક્ટરીમાં અચાનક જ આગ લાગી હતી. જોકે, આ ઘટનામાં 20 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 24 ઈજાગ્રસ્તોની હાલત પણ ગંભીર છે.

મિસ્રમાં કપડાની ફેક્ટરીમાં આગના કારણે 20ના મોત
મિસ્રમાં કપડાની ફેક્ટરીમાં આગના કારણે 20ના મોત

By

Published : Mar 12, 2021, 1:25 PM IST

  • મિસ્રની રાજધાનીમાં આવેલી કપડાની ફેક્ટરીમાં આગ
  • અચાનક જ લાગેલી આગના કારણે 20 લોકોના મૃત્યુ
  • ઘટનાના 24 ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

આ પણ વાંચોઃસાહિબાબાદની એક ફેક્ટરીમાં ભીષણ આગ, 13 લોકો આગની ઝપેટમાં

કાહિરાઃ મિસ્રની રાજધાની પાસે આવેલી કપડાની એક ફેક્ટરીમાં ગુરુવારે ભીષણ આગ લાગી હતી, જેમાં 20 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 24 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમની હાલત ગંભીર છે. સરકાર તરફથી મળતી માહિતી અનુસાર, ઓબોરમાં 4 માળની ફેક્ટરીમાં આગ લાગવાનું કારણ હાલમાં જાણવા મળ્યું નથી.

આ પણ વાંચોઃકલકત્તાના બહુમાળી ઈમારતમાં લાગી આગ, 9 લોકોનાં મોત, વડાપ્રધાન મોદીએ મૃતકોને કરી 2 લાખની સહાય

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

એક નિવેદનમાં આગ કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, એમ્બુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details