- સુએઝ કેનાલ ઇજિપ્તમાં સ્થિત માનવસર્જિત નહેર છે
- સુએઝ કેનાલમાં કન્ટેનર ફસાયેલા હોવાથી દરિયાઇ જહાજોની અવરજવરને અસર થઈ
- કન્ટેનર ફસાવાથી વૈશ્વિક વેપાર 12 ટકા પ્રભાવિત થયો
હૈદરાબાદ: સુએઝ કેનાલમાં કન્ટેનર ફસાયેલા હોવાથી દરિયાઇ જહાજોની અવરજવરને અસર થઈ છે. આ માર્ગથી થતો વૈશ્વિક વેપાર 12 ટકા પ્રભાવિત થયો છે. સુએઝ કેનાલ ઇજિપ્તમાં સ્થિત માનવસર્જિત નહેર છે. તે લાલ સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડે છે. વૈશ્વિક વેપારમાં તેનું મહત્વ ખૂબ મહત્વનું છે. તે એશિયા અને મધ્ય પૂર્વ અને યુરોપ વચ્ચેના જળમાર્ગના વ્યવસાય માટે જીવનરેખા છે.
આ પણ વાંચોઃ મહામારી સમયે ચીનના પાડોશી તાઇવાન પાસેથી લેવા જેવી ટિપ્સ
2015 માં 22-માઇલની સમાંતર ચેનલ શામેલ કરવા કેનાલનો વિસ્તાર કરવામાં આવ્યો
1869થી આ માર્ગથી વ્યવસાય કરવામાં આવી રહ્યો છે. 2015 માં 22-માઇલની સમાંતર ચેનલ શામેલ કરવા કેનાલનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. આ 120 માઇલ લાંબી અને 205 મીટર પહોળી છે અને તેની ઊંડાઈ 24 મીટર છે. સુએઝ કેનાલ માર્ગ એ વિશ્વનો સૌથી વ્યસ્ત જળમાર્ગ છે. વૈશ્વિક સ્તરે, તમામ કાર્ગો ચળવળનો ત્રીજા ભાગ આ માર્ગ દ્વારા કરવામાં આવે છે. લગભગ 12 ટકા વૈશ્વિક વેપાર આ માર્ગ દ્વારા થાય છે.
કઈ ચીજોનો વેપાર થાય છે
તેલ, ઉપભોક્તા ઉત્પાદનો, કપડાં, ફર્નિચર, કારના ભાગો, ઉત્પાદનના ઘટકો. જર્મન વીમા કંપની એલીયાન્ઝે અંદાજ લગાવ્યો છે કે કન્ટેનર ફંસવાને કારણે ધંધાને 6 બિલિયન ડોલરથી લઈને 10 બિલિયન ડોલર સુધી દર અઠવાડીયે અસર થઈ શકે છે.
આ પણ વાંચોઃ સાઈ ઈંગ વેને તાઇવાનના રાષ્ટ્રપતિ તરીકે બીજીવાર કાર્યભાર સંભાળ્યો
કેટલા ટ્રાફિકને અસર થઈ