ગુજરાત

gujarat

ETV Bharat / international

કાબુલની હૉસ્પિટલની બહાર ભયંકર બ્લાસ્ટ, 19 લોકોના મોત - 50થી વધુ ઇજાગ્રસ્ત - કાબુલમાં ધમાકો

અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul)ની એક સૈન્ય હૉસ્પિટલ (Army Hospital)ની સામે નાગરિકોને નિશાન બનાવીને બોમ્બ વિસ્ફોટ (Bomb Blast) કરવામાં આવ્યો. આમાં 19 લોકોના મોત થઈ ગયા છે. 50થી વધારે લોકો ઘાયલ થયા છે.

કાબુલની હૉસ્પિટલની બહાર ભયંકર બ્લાસ્ટ, 19 લોકોના મોત - 50થી વધુ ઘાયલ
કાબુલની હૉસ્પિટલની બહાર ભયંકર બ્લાસ્ટ, 19 લોકોના મોત - 50થી વધુ ઘાયલ

By

Published : Nov 2, 2021, 7:24 PM IST

  • કાબુલમાં સૈન્ય હૉસ્પિટની બહાર વિસ્ફોટ
  • બ્લાસ્ટમાં 19 લોકોના મોત થયા
  • તાલિબાનના પ્રવક્તાએ વિસ્ફોટની જાણકારી આપી

કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલની એક સૈન્ય હૉસ્પિટલ (Army Hospital)ની સામે નાગરિકોને નિશાન બનાવીને મંગળવારના બોમ્બ વિસ્ફોટ (Bomb Blast) કરવામાં આવ્યો. આ વિસ્ફોટમાં 19 લોકોના મોતની જાણકારી મળી રહી છે, જ્યારે 50થી વધારે લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે સત્તા પર બિરાજેલા તાલિબાન (Taliban)ના એક પ્રવક્તાએ વિસ્ફોટની જાણકારી આપી છે.

સરદાર મોહમ્મદ ખાન સૈન્ય હૉસ્પિટલની બહાર વિસ્ફોટ

તાલિબાનના ઉપ-પ્રવક્તા બિલાલ કરીમીએ જણાવ્યું કે, કાબુલમાં સરદાર મોહમ્મદ દાઉદ ખાન સૈન્ય હૉસ્પિટલની બહાર નાગરિકોને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો. કાબુલના 10માં જિલ્લામાં 2 બોમ્બ વિસ્ફોટનો અવાજ સંભળાયો. લોકોએ જણાવ્યું કે, તેમણે અહીં ગોળીઓનો અવાજ પણ સાંભળ્યો. તાલિબાનના ડેપ્યુટી પ્રવક્તાએ જણાવ્યું કે, કાબુલના 10માં જિલ્લામાં 400 બેડવાળી હૉસ્પિટલના એન્ટ્રી ગેટ પર 2 બ્લાસ્ટ થયા.

વિસ્ફોટની પાછળ ISIS ખુરસાન જૂથનો હાથ હોઈ શકે છે

તેમણે જણાવ્યું કે, ઘટનાસ્થળ પર સુરક્ષાસ્થળોને મોકલી દેવામાં આવ્યા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાબુલમાં હૉસ્પિટલ પર હુમલાની કોઈપણ સંગઠને જવાબદારી નથી લીધી. તેમ છતાં માનવામાં આવી રહ્યું છે કે, આ વિસ્ફોટની પાછળ અફઘાનિસ્તાનમાં સક્રિય ISIS ખુરસાન જૂથનો હાથ હોઈ શકે છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી પ્રવાસી ભારતીયોને સ્કોટલેન્ડમાં મળ્યા, પ્રવાસીઓએ કહ્યું- મોદી 'એક તેજસ્વી નેતા'

આ પણ વાંચો: ઓમાન બાદ ઓસ્ટ્રેલિયાએ પણ કોવેક્સિનને આપી મંજૂરી, ભારતીયોને મળશે એન્ટ્રી

ABOUT THE AUTHOR

...view details