ગુજરાત

gujarat

ETV Bharat / international

સિરિયામાં હવાઈ હુમલામાં 10ના મોત

સિરિયાઃ ઇડલીબ પ્રાંતમાં દેશ વિરોધી પ્રવૃતિ અને હિંસાને ડામવા હવાઈ હુમલો કરાયો હતો. જ્યાં સૈનિકો અને બળવાખોરો વચ્ચે થયેલા ઘર્ષણમાં બંને પક્ષનાં 10થી વધુ જેટલા લોકોનાં મોત નિપજ્યા હતા.

Syrian Civil Defence on airstrike
Syrian Civil Defence on airstrike

By

Published : Dec 3, 2019, 8:58 AM IST

મારેત અલ-નુમાન, વિપક્ષી કાર્યકરોના જણાવ્યા અનુસાર સીરિયાના ઉત્તર પશ્ચિમ પ્રાંત ઇડલિબના બળવાખોરોનાં કબજા હેઠળના એક શહેરમાં સોમવારે વિમાન હુમલો કરવામાં આવ્યો હતો. 10થી વધુ નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે.

મારેત અલ-નુમાનમાં સિરિયન નાગરિક સંરક્ષણના સ્વયંસેવકોએ કાટમાળમાંથી મૃતદેહો અને ઘાયલને બહાર કાઢ્યા હતા.

ગૃપે જણાવ્યું કેસ, બે મહિલાઓ સહિત નવ નાગરિકો માર્યા ગયા હતા જ્યારે બે બાળકો સહિત 13 અન્ય ઘાયલ થયા હતા.

સિવિલ ડિફેન્સે તેના ફેસબુક પેજ પર શેર કરતા જણાવ્યું હતું કે, માનવ મહેરામણથી ભરેલા માર્કેટમાં થયેલા હવાઈ હુમલામાં ભારે જાનમાલને નુકસાન થયું છે, મૃત્યુઆંક હજુ વધી શકે છે. UKનાં યુદ્ધ મોનિટર, સિરિયન ઑબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે જણાવ્યું હતું કે, સોમવાર સવારે થયેલા હવાઈ હુમલામાં 10 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

હવાઈ હુમલો દેશના છેલ્લા વિરોધી ઇડલીબ પ્રાંતમાં હિંસાના વધારો થયા કરવામાં આવ્યો હતો, જ્યાં સૈનિકો અને બળવાખોરો વચ્ચેની લડાઈએ અઠવાડિયાના અંતથી ચાલે છે. બંને પક્ષના અત્યાર સુધી ડઝનથી વધુ બંદૂકધારીઓની હત્યા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details