વેલિંગટન: ન્યૂઝીલેન્ડે કોરોના વાઇરસને સંપૂર્ણ પણે દૂર કરી દીધો છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લી વ્યક્તિ કે જે સંક્રમિત હતી તે સ્વસ્થ થઈ ગઈ છે.
ન્યૂઝીલેન્ડમાં છેલ્લો નવો કેસ 17 દિવસ પહેલા બહાર આવ્યો હતો અને ફેબ્રુઆરી પછી પહેલીવાર, એવું થયું કે જ્યારે બધા દર્દીઓ ચેપમાંથી સ્વસ્થ થયા છે. હવે દેશમાં કોઈ કોરોનાથી સંક્રમિત નથી.