ગુજરાત

gujarat

ETV Bharat / international

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ: ન્યૂ સાઉથ વેલ્સમાં ઇમરજન્સી, 600 શૈક્ષણિક સંસ્થાઓ બંધ - fire in australia news

કેનબરા: ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ ભીષણ રુપ ધારણ કરી રહી છે. આગની ભયંકર જ્વાળાઓ વધી રહી છે. લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને મંગળવારે 600થી વધુ શાળાઓ અને ટેકનોલાજી કોલેજો બંધ કરી દેવામાં આવી છે. દેશના સૌથી મોટા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સમાં એક અઠવાડિયા સુધી કટોકટી જાહેર કરવામાં આવી છે. તેમજ આગની ગંભીરતાને ધ્યાને રાખીને અધિકારીઓએ ચેતવણી પણ આપી હતી કે, હવે ત્યાથી હટવા માટે વધારે સમય નથી.

winds fan ferocious fires in australia

By

Published : Nov 13, 2019, 9:24 AM IST

ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં એક અઠવાડિયા માટે ઇમરજન્સી લાગુ કરી દીધી છે. જેને કારણે ગ્રામીણ ફાયર સર્વિસને કોઈપણ સંસાધનોનો અને અન્ય સરકારી એજન્સીઓને નિયંત્રણમાં રાખવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ

ભીષણ આગને કારણે ત્રણ લોકોના મોત થઈ ચૂક્યા છે અને અંદાજે 150 ઘર બળીને રાખ થઈ ગયા છે. આગને કારણે રાજ્યમાં લગભગ 600થી વધુ શાળા અને કોલેજો બંધ કરવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ
ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ

દક્ષિણ ગોળાર્ધના આ દેશમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. અહીં લગભગ 8.50 લાખ હેક્ટર જમીન આગને કારણે નાશ પામી છે. આટલું જ નહીં સિડનીને પર પણ આગનો ખતરો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અત્યારની પરિસ્થિતિ 10 વર્ષના ઇતિહાસની સૌથી ભયાનક છે.

ABOUT THE AUTHOR

...view details