ઈકવાડોરના આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘન કરતા જૂલિયન અસાંજેને રાજનૈતિક શરણ આપવાને ગેરકાયદે જાહેર કરાયો હતો. તેને બ્રિટિશ પોલીસે ઈક્વોડોરિયન દુતાવાસમાંથી ધરપકડ કરી લીધી છે. જૂલિયન અસાંજેને દુતાવાસની બહાર કાઢી નાખવામાં આવ્યો હતો. ઈક્વાડોરના રાજદૂતે બ્રિટિશ પોલીસના દુતાવાસમાં બોલાવી અને તે પછી પોલીસે જૂલિયન અસાંજેની ધરપકડ કરી હતી.
યૌન ઉત્પીડનના એક મામલામાં સ્વીડન પ્રત્યાર્પણ કરવાથી બચવા માટે અસાંજે છેલ્લા 7 વર્ષથી દુતાવાસમાં શરણ લઈ રહ્યો હતો. અમેરિકાના કેટલાય ગોપનીય(ખાનગી) દસ્તાવેજોને સાર્વજનિક કરનાર અસાંજે લંડન સ્થિત ઈક્વાડોરના દુતાવાસમાં વર્ષ 2012થી રહેતા હતા. જો કે ત્યાર પછી તેની વિરુદ્ધ મામલાને પાછો લઈ લેવામાં આવ્યો હતો.