ગુજરાત

gujarat

ETV Bharat / international

વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.83 લાખથી વધુ કેસ નોંધાયા : WHO - વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યા

વિશ્વ આરોગ્ય સંગઠને (WHO)એ માહિતી આપી છે કે, શનિવારે વિશ્વભરમાં કોરોના સંક્રમણના 1.83 લાખથી વધુ કેસ નોંધાયા છે. સંયુક્ત રાષ્ટ્રની આરોગ્ય એજન્સીએ જણાવ્યું હતું કે, બ્રાઝિલમાં સૌથી વધુ 54,771 કેસ નોંધાયા છે. ત્યારબાદ યુ.એસ.માં 36,617 અને ભારતમાં 15,400 કેસ નોંધાયા હતા.

એક જ દિવસમાં કોરોનાના 1.83 લાખથી વધુ કેસ નોંધાયા : WHO
એક જ દિવસમાં કોરોનાના 1.83 લાખથી વધુ કેસ નોંધાયા : WHO

By

Published : Jun 22, 2020, 9:47 PM IST

જિનીવા: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ જણાવ્યું હતું કે, એક દિવસમાં કોરોના વાઇરસના ચેપના સૌથી વધુ કેસ નોંધાયા હતા. શનિવારે, વિશ્વભરમાં 1,83,000 થી વધુ નવા કેસ નોંધાયા હતા. સંયુક્ત રાષ્ટ્રની આરોગ્ય એજન્સીએ જણાવ્યું હતું કે, બ્રાઝિલમાં સૌથી વધુ 54,771 કેસ નોંધાયા હતા. આ પછી યુએસમાં 36,617 અને ભારતમાં 15,415 કેસ નોંધાયા હતા.

નિષ્ણાતો કહે છે કે, વધતા જતા કેસો કેસમાં મુખ્યરૂપે મોટા પાયે લોકોના ટેસ્ટ તેમજ ચેપના વ્યાપક ફેલાવા સહિતના અનેક પરિબળો અસર કરી રહ્યા છે.

WHOએ જણાવ્યું કે, આ વૈશ્વિક મહામારી દ્વારા અત્યાર સુધીમાં 87,08,008 લોકો અસરગ્રસ્ત થયા છે અને છેલ્લા 24 કલાકમાં આ લોકોમાંથી 1,83,020 લોકોને ચેપ લાગ્યો છે. જો કે, સમગ્ર વિશ્વમાં 4,61,715 લોકો આ રોગથી મૃત્યુ પામ્યા છે. મૃત્યુના આ નવા કેસમાં બે તૃતીયાંશ કેસ અમેરિકાના છે.

સ્પેનના અધિકારીઓએ ત્રણ મહિનાના લોકડાઉન પછી રાષ્ટ્રીય કટોકટીનોને ખત્મ કરી દીધો છે, અને 4.7 કરોડ લોકોને મુક્તપણે અવરજવરની મંજૂરી આપી દીધી છે. બ્રિટનથી આવનારા લોકો માટે 14-દિવસીય કોરોન્ટાઇન થવાના નિયમને પણ હટાવી દીધો છે અને 26 યુરોપિયન દેશોથી આવનાર લોકોને મુસાફરીની મંજૂરી આપી દીધી છે.

અમેરિકાના ઓકલાહોમાના ટુલસામાં એક પ્રચાર રેલીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે, યુનાઇટેડ સ્ટેટ્સે 2.5 કરોડ લોકોના ટેસ્ટ કર્યા હતા, તેમાં વધુ લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા.

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર, અમેરિકામાં વિશ્વભરમાંથી સૌથી વધુ લોકોને ચેપ લાગ્યો છે, જ્યાં 22 મિલિયન લોકોને ચેપ લાગ્યો છે અને મૃત્યુઆંક પણ સૌથી વધુ 120000 છે.

ઇંગ્લેન્ડમાં, લોકડાઉન પ્રતિબંધોને લીધે, લોકો વર્ષના સૌથી લાંબા દિવસે ઉત્તરી ગોલાર્ધમાં સ્ટોનહેંજના પ્રાચીન ચોકમાં સૂર્યોદયના સાક્ષી બની શક્યા નહીં. ઇંગ્લિશ હેરિટેજ, જે સાઇટનું સંચાલન કરે છે, તેણ સૂર્યોદયનો લાઇવ સ્ટ્રીમ કર્યો હતો.

ચેપના કેસો ફક્ત અમેરિકામાં જ નહીં, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને અન્ય દેશોમાં, ખાસ કરીને લાતીન અમેરિકન દેશોમાં પણ ઝડપથી વધી રહ્યાં છે.

બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કુલ કેસ એક દિવસમાં 50000થી વધુ છે.રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો આને ઓછું માની રહ્યા છે.જોકે તેમના દેશમમાં સૌથી વધુ 5000થી વધુ લોકોના મોત થયા છે.

દક્ષિણ આફ્રિકામાં શનિવારે એક જ દિવસે 5000 થી વધુ કેસ નોંધાયા હતા અને 46 લોકોના મોત નીપજ્યાં હતાં. રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ વિશ્વના સૌથી સખત લોકડાઉનમાંથી એકને રાહત આપવાની જાહેરાત કરી હતી. ગયા અઠવાડિયે આપવામાં આવેલી છૂટછાટમાં, રમતગમતની પ્રવૃત્તિઓને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ દેશના રમતગમત પ્રધાન નાથી માથેટેવાએ ચેતવણી આપી છે કે, આરોગ્ય મંત્રાલયની પૂર્વ પરવાનગી વિના રમતગમત સંસ્થાઓ દ્વારા તાલીમ શરૂ કરવા અથવા કાર્યક્રમો યોજવા બદલ દંડ ફટકારવામાં આવશે.

યુ.એસ. માં વાઇરસનો ફેલાવો પશ્ચિમ અને દક્ષિણમાં પણ જોવા મળ્યો હતો. 26 મૃત્યુ સાથે એરિઝોનામાં 3,100 નવા કેસ નોંધાયા હતા. ત્યારે નેવાડામાં પણ 445 નવા કેસ નોંધાયા છે.

અરકંસાસના સ્પ્રિંગડેલમાં ટાઇસન ફૂડ્સના પ્લાન્ટમાં તેના કર્મચારીઓમાં કોરોના વાઇરસના ચેપની પુષ્ટિ થઈ છે. ચીનના કસ્ટમ એજન્સીએ આ અમેરિકી કેન્દ્રમાંથી મરઘાં ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે.શુક્રવારે, કંપનીએ બેન્ટન અને વોશિંગ્ટન કાઉન્ટી, અરકંસાસમાં તેના કેન્દ્રો પર કરાયેલા કોરોના વાઇરસ ટેસ્ટવા રિપોર્ટની ઘોષણા કરી હતી અને કહ્યું હતું કે, 95 ટકા કર્મચારીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા જોકે તેમને કોઇ પણ કોરોના લક્ષણો દેખાતા નથી.

ઇરાકમાં પણ કોરોના વાઇરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે, રાજધાની બગદાદના પ્રદર્શન મેદાનને કોરોના વાઇરસ વોર્ડમાં ફેરવવામાં આવી રહ્યું છે.રમઝાનના પાક મહિનાથી વાઇરસના કેસોમાં વધારો થવા લાગ્યો હતો, જ્યારે પરિવાર અને મિત્રો રોજા ખોલવા માટે ભેગા થતા હતા. એક મહિના કરતા પણ ઓછા સમયમાં, ચેપના કેસો સાત ગણા વધી ગયા અને રવિવારે કુલ કેસ 30868 થઇ ગયા. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે અને 1,100 થી વધુ લોકોના મોત નીપજ્યાં છે.

એશિયામાં, રવિવારે ચીન અને દક્ષિણ કોરિયામાં કોરોના ચેપના નવા કેસ પ્રકાશમાં આવ્યા છે.ચીનના અધિકારીઓએ 25 નવા કેસની પુષ્ટિ કરી છે, જેમાંથી 22 બેઇજિંગના છે.

દક્ષિણ કોરિયામાં, લગભગ 200 આવા કેસ સિઓલની કંપનીમાં આવ્યા છે. જેના કર્મચારીઓ ઘરે ઘરે ઉત્પાદનો વહેંચવા પર જાય છે.ત્યારે અન્ય 70 કેસ કેસટેબલ ટેનિસ ક્લબ સાથે સંબંધિત છે. દેશમાં પણ કોવિડ -19 ના નવા 17 કેસ નોંધાયા છે, ત્યારબાદ સોમવાર સુધીમાં દેશમાં ચેપના કુલ કેસ વધીને 12,438 થઈ ગયા છે. જેમાં 280 લોકોના મોત થયા છે.

ન્યૂઝિલેન્ડમાં ચેપગ્રસ્ત કોરોનાથી મળી આવેલા બે લોકોમાં એક ભારતીય વ્યક્તિ પણ સામેલ છે. આરોગ્ય અધિકારીઓએ કહ્યું કે, દેશમાં 9 અન્ય લોકોને પણ ચેપ લાગ્યો છે, જ્યારે આ મહિનાના શરૂઆતમાં અહીં એક પણ કેસ નોંધાયો નથી.આ વ્યક્તિ તેની પત્ની સાથે ભારતથી અહીં આવ્યો હતો. ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ ડો એશલે બ્લૂમફિલ્ડે જણાવ્યું હતું કે તે એર ઇન્ડિયાના વિમાન દ્વારા અહીં આવ્યો હતો અને એક હોટલમાં રોકાયો હતો.

બીજો કેસ એક કિશોરીનો છે જે 13 જૂને ઇસ્લામાબાદથી મેલબોર્ન થઈને અહીં આવી હતી. તેનો પરિવાર પણ તેની સાથે હતો, પરંતુ તેઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details