ગુજરાત

gujarat

ETV Bharat / international

WHOના પ્રમુખે ચીન તરફ પોતાનું વલણ બદલ્યું, ચીનની લેબમાંથી Corona Virus લીક હોવાની સંભાવનાને અત્યારે નકારી ન શકાય - કોરોના મહામારી

ચીનની વુહાન લેબ (Wuhan Lab)માંથી કોરોના વાઈરસ (Corona Virus) આવ્યો હોવાની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ હતી. ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization W.H.O)ના પ્રમુખે ચીનની લેબથી કોરોના વાઈરસ (Corona Virus) લીક થવાના પોતાના વલણમાં ફેરફાર કર્યો છે. તેમણે કહ્યું છે કે, ચીનની લેબમાંથી કોરોના વાઈરસ લીક થવાની સંભાવનાને નકારી કાઢવી અત્યાર બરાબર નહીં હોય.

WHOના પ્રમુખે ચીન તરફ પોતાનું વલણ બદલ્યું, ચીનની લેબમાંથી Corona Virus લીક હોવાની સંભાવનાને અત્યારે નકારી ન શકાય
WHOના પ્રમુખે ચીન તરફ પોતાનું વલણ બદલ્યું, ચીનની લેબમાંથી Corona Virus લીક હોવાની સંભાવનાને અત્યારે નકારી ન શકાય

By

Published : Jul 16, 2021, 3:38 PM IST

  • વિશ્વ આરોગ્ય સંસ્થાએ (W.H.O.) ફરી ચીન તરફ કરી લાલ આંખ
  • કોરોના વાઈરસ ચીનની લેબમાંથી આવ્યો હોવાની સંભાવના નકારી ન શકાયઃ W.H.O
  • વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસે આપ્યું નિવેદન

બર્લિનઃ કોરોના વાઈરસે (Corona Virus) સમગ્ર વિશ્વમાં કહેર મચાવ્યો છે. કોરોનાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.)ના પ્રમુખ જનરલ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસે (Tedros Adhanom Ghebreyesus) ચીન સામે લાલ આંખ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના મહામારી અને એક પ્રયોગશાળા (Lab) લીક વચ્ચે તાર જોડાયેલા હોવાની સંભાવનાને નકારી કાઢવી એ ઉતાવળિયું પગલું હશે. તેમણે ગુરૂવારે જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિકોના કોરોના વાઈરસ (Corona Virus)ના સ્ત્રોતની જાણ થવા વચ્ચે તેઓ ચીનથી વધુ પારદર્શકતા રાખવા કહી રહ્યા છે.

આ પણ વાંચો-સમગ્ર વિશ્વ Corona virusની ત્રીજી લહેરના શરૂઆતી તબક્કામાં પહોંચ્યું, WHOની ચેતવણી

કોરોનાના આંકડા મેળવવા પડકારજનક

આ મામલામાં શક્તિશાળી સભ્ય દેશોથી સામાન્ય રીતે અલગ પક્ષ રાખનારા WHOના મહાનિર્દેશક ટેડ્રોસ અધનોમ ગેબ્રેયેસસે (Tedros Adhanom Ghebreyesus) હવે પોતાના વલણમાં ફેરફાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના સ્ત્રોતની જાણ કરવા માટે આ વર્ષની શરૂઆતમાં ચીન ગયેલા આંતરરાષ્ટ્રીય દળના માટે આંકડા હાંસલ કરવા પડકારજનક રહ્યું હતું. મનુષ્યમાં કોરોના વાઈરસ સંક્રમણ (Coronavirus In Wuhan)નો પહેલો કેસ ચીનના વુહાન શહેરમાં નોંધાયો હતો.

આ પણ વાંચો-PM Modiએ 6 રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કોરોનાની સ્થિતિ અંગે યોજી વર્ચ્યૂઅલ બેઠક

પ્રયોગશાળામાં દુર્ઘટના થતી રહે છે

ટેર્ડોસે વધુમાં જણાવ્યું હતું કે, જિનિવામાં આવેલી સંયુક્ત રાષ્ટ્ર (United State)ની આરોગ્ય એજન્સી ચીનને તેની સૂચનાઓ અને આંકડાઓમાં પારદર્શકતા રાખવા અને સહયોગ કરવા કહી રહી છે, જે અમે મહામારીની શરૂઆતી દિવસોમાં માગી હતી. આ વાતને નકારવામાં ઉતાવળ કરવામાં આવી કે, કોરોના વાઈરસ (Corona Virus) વુહાનમાં ચીન સરકારની પ્રયોગશાળા (Lab)માંથી નીકળ્યો છે. ઉલ્લેખનીય છે કે, W.H.Oએ માર્ચ મહિનામાં આપેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, વાઈરસ ચીનની પ્રયોગશાળામાંથી નીકળ્યો હોવાની સંભાવના ખૂબ ઓછી છે.

ચીનનો સહયોગ મહત્વપૂર્ણ

WHOના મહાનિર્દેશક ટેડ્રોસે કહ્યું હતું કે, એ સામાન્ય વાત છે. હું પોતે લેબ ટેક્નિશિયન રહ્યો છું. ઈમ્યુનોલોજિસ્ટ છું અને મેં પ્રયોગશાળાઓમાં કામ કર્યું છે. પ્રયોગશાળામાં દુર્ઘટના થતી રહે છે. અમારી પ્રયોગશાલામાં શું થયું તે જોવું ખૂબ જરૂરી છે, જેથી જાણી શકાય કે, વૈશ્વિક મહામારીનો પ્રયોગશાળા (Lab)થી કોઈ સંબંધ છે કે નહીં. અમને જાણકારી હોવી જોઈએ. સીધી જાણકારી વૈશ્વિક મહામારી શરૂ થવા પહેલા અને પછીથી આ પ્રયોગશાળાની સ્થિતિ શું હતું. ચીનનો સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જો અમને પૂરી જાણકારી મળે તો અમે પ્રયોગશાળાથી સંબંધિત આશંકાને રદ કરી શકીએ છીએ.

બાઈડને પણ કોરોના વાઈરસ ક્યાંથી આવ્યો તેની તપાસ કરાવી

બીજી તરફ અમેરિકામાં પણ કહેર મચાવનારા કોરોના વાઈરસના કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન (US President Joe Biden) ગુસ્સામાં છે. તેમણે મે મહિનામાં અમેરિકામાં પ્રાપ્ત ખાનગી જાણકારીઓની સમીક્ષા આ આશંકાના કારણે પણ કરવાનું કહ્યું હતું. મોટા ભાગના વૈજ્ઞાનિકોને શંકા હતી કે, કોરોના વાઈરસ ચામાચીડિયામાંથી પેદા થયો છે, પરંતુ તે મનુષ્ય સુધી કઈ રીતે પહોંચ્યો. તે અંગે કંઈ ખબર પડી નહતી.

ABOUT THE AUTHOR

...view details