જિનિવાઃ(સ્વીઝરલેન્ડ) વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચીન સહિત દુનિયાભરનાં દેશમાં ફેલાઈ રહેલા કોરોના વાયરસના પગલે સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે.
આ સંબંધે WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ એડરેનોમ ગેબરેયેસસ, આ જાહેરાતનો ઉદ્દેશ્ય એ નથી કે ચીનમાં શું થઈ રહ્યું છે, પરંતુ અન્ય દેશમાં શું થઈ રહ્યું છે. અમારી સૌથી મોટી ચિંતા એ છે કે, આ વાયરસ કમજોર સ્વાસ્થ્ય વિભાગ વાળા દેશોમાં ફેલાઈ શકે છે. આ દેશો આ વાયરસ સામે લડવા બિલકુલ તૈયાર નથી. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્વાસ્થ્ય વિભાગે ભાર પુર્વક જણાવ્યું હતું કે, વેપાર અને મુસાફરી પર કોઈ પ્રતિબંધ મુકવાનો કોઈ આશય નથી.