જીનિવા: વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ઘેબિયસે ટવીટ કરી આ જાણકારી આપી હતી કે, તે કોરોના સંક્રમિત વ્યકિતના સંપર્કમાં આવ્યા હતા. જોકે, હાલ તેમને કોવિડના કોઇ લક્ષણ નથી.
કોરોના સંક્રમિતના સંપર્કમાં આવ્યા હતા WHO ના પ્રમુખ, ટ્વિટ કરી આપી જાણકારી - કોરોના સંક્રમિત
WHO ના પ્રમુખે આજે પોતાના ટ્વિટરમાં એક જાણકારી શેર કરી છે. જેમાં તેમણે પોતે કોરોના સંક્રમણ વ્યકિતના સંપર્કમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે તેમનામાં કોઈ પણ પ્રકારના કોરોનાના લક્ષણો નથી.
કોવિડ પોઝિટિવ
ટેડ્રોસ પ્રોટોકોલ પ્રમાણે કરશે કામ
ટેડ્રોસે ટ્વીટ કરી કહ્યું કે, હું એવી વ્યકિતના સંપર્કમાં આવ્યો હતો. જે કોરોના સંક્રમિત હતો. હવે હું સંપૂર્ણ સ્વસ્થ છું અને મને કોરોનાના કોઇ લક્ષણ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, આવનાર દિવસોમાં WHO પ્રોટોકોલ પ્રમાણે આઇસોલેશનમાં રહીને કામ કરીશ. એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, એ જરૂરી છે કે, આપણે બધાં પ્રોટોકોલનું પાલન કરીએ. જેનાથી આપણે કોરોના ટ્રાંસમિશનની શ્રુખંલાને તોડવામાં સફળ થઇશું અને સ્વાસ્થ્યની રક્ષા કરીશું.