ગુજરાત

gujarat

ETV Bharat / international

Russia Ukraine Crisis : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે નાટોની એકતાનો ઉઠાવ્યો ઝંડો - યુક્રેન પર હુમલો

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે યુક્રેન (Vice President Kamala Harris) વિશે કહ્યું કે, જો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન પર હુમલો (Russia Ukraine Crisis) કરશે તો અમેરિકા અને તેના સહયોગી દેશો આકરા પ્રતિબંધો સાથે જવાબ આપશે.

Russia Ukraine Crisis : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે નાટોની એકતાનો ઉઠાવ્યો ઝંડો
Russia Ukraine Crisis : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે નાટોની એકતાનો ઉઠાવ્યો ઝંડો

By

Published : Feb 19, 2022, 1:05 PM IST

Updated : Feb 19, 2022, 1:18 PM IST

મ્યુનિક:યુક્રેન પર વધી રહેલા સંકટ વચ્ચે શુક્રવારે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે નાટો એકતાનો ઝંડો ઉઠાવ્યો હતો અને રશિયાને ચેતવણી આપી હતી કે જો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન પર હુમલો (Russia Ukraine Crisis) કરશે, તો યુએસ અને તેના પશ્ચિમી સહયોગીઓ સખત પ્રતિબંધો સાથે જવાબ આપવા તૈયાર છે.

આ પણ વાંચો:રશિયા યુક્રેન પર કરી શકે છે હુમલો, અમેરિકાએ આપી ચેતવણી

અમે કુટનીતિની તરફેણમાં છીએ : ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ

નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગ સાથેની બેઠકમાં, હેરિસે કટોકટી દરમિયાન ગઠબંધન દ્વારા કરવામાં આવેલા તેના કામ માટે આભાર માન્યો. હેરીસએ સ્ટોલ્ટનબર્ગને કહ્યું "અમે કુટનીતિની તરફેણમાં છીએ અને તે ઇચ્છીએ છીએ કારણ કે તે અમે રશિયા સાથે કરેલા સંવાદ સાથે સંબંધિત છે, પરંતુ અમે એ પણ પ્રતિબદ્ધ છીએ કે, જો રશિયા આક્રમક અભિગમ અપનાવશે, તો અમે સનિશ્ચિત કરીશું કે તેના પર મોટા પ્રમાણમાં પ્રતિબંધો લગાવવામાં આવે." તેમણે વધુમાં કહ્યું કે, અમે જાણીએ છીએ કે ગઠબંધન (નાટો) આ મામલે મજબૂત છે.

આ પણ વાંચો:Indian Students In Ukraine: યુક્રેનમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા, વિદ્યાર્થીઓના પરિવારજનોએ કરી એરલિફ્ટ કરવાની માંગ

રશિયા યુક્રેન પર હુમલો કરશે નહીં

આ સાથે જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યોએ યુક્રેનમાં ચાલી રહેલા સંકટનો રાજદ્વારી ઉકેલ શોધવાની અપીલ કરી છે. રશિયાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટરે પણ કહ્યું હતું કે, તમામ પ્રયાસો રાજદ્વારી ઉકેલ શોધવાની દિશામાં હોવા જોઈએ, પરંતુ તેમણે યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકેનની સ્પષ્ટપણે કહેવાની અપીલનો જવાબ આપ્યો ન હતો કે રશિયા યુક્રેન પર હુમલો કરશે નહીં.

Last Updated : Feb 19, 2022, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details