ગુજરાત

gujarat

ETV Bharat / international

Ukraine Russia Crisis : અમેરિકા ભારત સાથે યુક્રેન સંકટ અંગે ચર્ચા કરશે : બાઈડન - Ukraine Russia Crisis

અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડને (US President Joe Biden) ગુરુવારે કહ્યું કે, રશિયાના સૈન્ય ઓપરેશન બાદ અમેરિકા ભારત (US to discuss Ukraine crisis with India) સાથે યુક્રેન સંકટ પર ચર્ચા કરશે.

Ukraine Russia Crisis : અમેરિકા ભારત સાથે યુક્રેન સંકટ અંગે ચર્ચા કરશે : બાઈડન
Ukraine Russia Crisis : અમેરિકા ભારત સાથે યુક્રેન સંકટ અંગે ચર્ચા કરશે : બાઈડન

By

Published : Feb 25, 2022, 10:31 AM IST

વોશિંગ્ટનઃઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને (US President Joe Biden) ગુરુવારે કહ્યું હતું કે, રશિયાના સૈન્ય ઓપરેશન બાદ યુક્રેન સંકટ પર અમેરિકા ભારત (US to discuss Ukraine crisis with India) સાથે ચર્ચા કરશે. "અમે ભારત સાથે (યુક્રેન કટોકટી પર) ચર્ચા કરીશું," બાઈડને યુક્રેન કટોકટી પર વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું.

આ પણ વાંચો:યુક્રેનના રાષ્ટ્રપતિનો દાવો, રશિયન હુમલામાં 137 નાગરિકો માર્યા ગયા

ભારતની રશિયા સાથે જૂની અને સમયની કસોટીવાળી છે મિત્રતા

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને (US President Joe Biden) પૂછવામાં આવ્યું કે શું ભારત રશિયન હુમલા પર સંપૂર્ણ રીતે અમેરિકાની સાથે છે? તે સમજી શકાય છે કે યુક્રેન સંકટને લઈને ભારત અને અમેરિકાનું વલણ એક જેવું નથી. ભારતની રશિયા સાથે જૂની અને સમયની કસોટીવાળી મિત્રતા છે. US સાથે તેની વ્યૂહાત્મક ભાગીદારી છેલ્લા દોઢ દાયકામાં અભૂતપૂર્વ ગતિએ વધી છે.

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી, ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો

ABOUT THE AUTHOR

...view details