- આગામી 24 સપ્ટેમ્બરે ક્વાડ દેશોના નેતાઓનું સંમેલન યોજાશે
- અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન વોશિંગ્ટન ડીસીમાં ક્વાડ સમૂહના નેતાઓના પહેલા વ્યક્તિગત શિખર સંમેલનને હોસ્ટ કરશે
- બાઈડન વ્હાઈટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્ટોક મોરિસન અને જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાનું સ્વાગત કરશે
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન 24 સપ્ટેમ્બરે વોશિંગ્ટન ડીસીમાં ક્વાડ સમૂહના નેતાઓના પહેલા વ્યક્તિગત શિખર સંમેલનને હોસ્ટ કરશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થશે. જો બાઈડન વ્હાઈટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્ટોક મોરિસન અને જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાનું સ્વાગત કરશે. આ શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રપતિ જો બાઈડનની સાથે દ્વિપક્ષીય બેઠક કરવાનો કાર્યક્રમ છે. મોદીની અમેરિકા પ્રવાસની તૈયારી અંતર્ગત ભારત અને અમેરિકાએ અનેક બેઠક કરી અને આ અંગે જાણકારી છે કે, આ મુદ્દો વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાના વર્તમાની વોશિંગ્ટન પ્રવાસ દરમિયાન ઉઠ્યો હતો.
આ પણ વાંચો-દક્ષિણ ચીનમાં કોરોનાનો પ્રકોપ, પુતિન શહેરમાં બસ અને ટ્રેનિંગ સેવા સ્થગિત
વર્ષ 2019માં હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ યોજાયો હતો
આ પહેલા રાષ્ટ્રપતિ બાયડનને માર્ચમાં ક્વાડ નેતાઓના પહેલા શિખર સંમેલનને ડિજિટલ રીતે હોસ્ટ કર્યું હતું, જેમાં સ્વતંત્ર, મુક્ત, સમાવેશી, લોકશાહી મૂલ્યો સાથે જોડાયેલા હિન્દ-પ્રશાંત ક્ષેત્રનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જે જબરદસ્તી કબજા જેવી અડચણોથી મુક્ત હોય. આને એક રીતે ચીન માટે સંદેશ તરીકે જોવામાં આવ્યું હતું. મોદીએ આ પહેલા સપ્ટેમ્બર 2019માં અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. જ્યારે તેમણે અને તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ સંબોધિત કર્યો હતો.
આ પણ વાંચો-ઉ.કોરિયાએ નવી લાંબા અંતરની ક્રુઝ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ, US અને દ.કોરિયાની ઊડાડી ઊંઘ