ગુજરાત

gujarat

ETV Bharat / international

ટ્રમ્પની ધમકી બાદ યુએનના વડાનો WHO માટે સહાય કરવાનો અનુરોધ - ટ્રમ્પની ધમકી બાદ યુએનના વડાનો WHO માટે સહાય કરવાનો અનુરોધ

એન્ટોનિયો ગુટેરેસે કોરોનાવાઇરસને અભૂતપૂર્વ કટોકટી ગણાવતાં જણાવ્યું હતું કે, વર્તમાન રોગચાળો વિશ્વ સામે આવેલા સૌથી ભયાવહ પડકારો પૈકીનો એક છે .

ટ્રમ્પની ધમકી બાદ યુએનના વડાનો WHO માટે સહાય કરવાનો અનુરોધ
ટ્રમ્પની ધમકી બાદ યુએનના વડાનો WHO માટે સહાય કરવાનો અનુરોધ

By

Published : Apr 11, 2020, 10:58 PM IST

સંયુક્ત રાષ્ટ્રોએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા દ્વારા અપાતું ભંડોળ અટકાવી દેવાની ધમકી આપી, ત્યાર બાદ યુએનના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે વર્લ્ડ હેલ્થ

ઓર્ગેનાઇઝેશન (WHO) માટે સહાયનો અનુરોધ કર્યો છે.

"હું માનું છું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને સહાય પૂરી પાડવી જોઇએ, કારણ કે કોવિડ-19 સામેનું યુદ્ધ જીતવા માટે સમગ્ર વિશ્વ

દ્વારા પ્રયાસો કરવામાં આવે, તે અત્યંત મહત્વપૂર્ણ છે," તેમ ઝિનહુઆ ન્યૂઝ એજન્સીએ બુધવારે એક યાદીમાં ગુટેરેસને ટાંકીને જણાવ્યું હતું કે,

"આ વાઇરસ આપણા જીવનમાં જોવા મળેલો

એક અપૂર્વ વાઇરસ છે અને તેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળે, તે જરૂરી છે. નિઃશંકપણે, આવી પરિસ્થિતિમાં સમાન્ય તથ્યોને જુદા-જુદા લોકો દ્વારા વિભિન્ન રીતે જોવામાં આવે, તે શક્ય છે," તેમ

ટ્રમ્પે WHOની કરેલી ટીકાના સ્પષ્ટ સંદર્ભ સાથે તેમણે જણાવ્યું હતું.

ટ્રમ્પે મંગળવારે કોવિડ-19ની મહામારી સામે (WHO)ના પ્રતિસાદની ટીકા કરી હતી અને તેના માટેના અમેરિકન ભંડોળને થંભાવી દેવાની ચેતવણી ઉચ્ચારી હતી.

બુધવારે, ફરી વખત, વ્હાઇટ હાઉસમાં સંબોધન કરવા દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો હતો કે, (WHO) એ આ મહામારીને "ખોટી" રીતે લીધી છે.

"(WHO) એ તેની પ્રાથમિકતાઓ યોગ્ય રીતે નક્કી કરવી જોઇએ", તેમ જણાવતાં ટ્રમ્પે ઉમેર્યું હતું કે, સંસ્થા (WHO)ને ભંડોળ આપવાનું ચાલુ રાખવું જોઇએ કે કેમ, તે અંગે અમેરિકા

અભ્યાસ, તપાસ હાથ ધરશે, તેમ બીબીસીના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.(WHO) ગેરવ્યાજબી રીતે ચીનની તરફેણ કરી રહ્યું હોવાના પુનરોચ્ચાર સાથે ટ્રમ્પે કહ્યું હતું કે, "દરેકની સાથે યોગ્ય વ્યવહાર થવો જોઇએ, અને તેમ થઇ રહ્યું હોય તેવું લાગતું નથી."બુધવારે પ્રશ્નોના જવાબ આપતા અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પિયોએ એમ પણ કહ્યું હતું કે, "વહીવટી તંત્ર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સંદર્ભમાં અમારા ફંડિંગનું પુનઃ મૂલ્યાંકન કરી રહ્યું છે."

સંગઠનોએ કામ કરવું પડશે. તેમણે જે હેતુ માટે તેમની રચના કરવામાં આવી છે, તે પરિણામો પહોંચાડવાં જરૂરી છે," તેમ પોમ્પિયોએ જણાવ્યું હતું.

ગુટેરેસે સંકેત આપ્યો હતો કે, કોવિડ-19 મહામારી પ્રત્યેના (WHO) ના અભિગમની સમીક્ષા કરવામાં આવશે – પરંતુ તે કાર્ય પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવી જાય, ત્યાર બાદ હાથ ધરાશે.

"એક વખત મહામારીનું પ્રકરણ સમાપ્ત થઇ જાય, ત્યાર પછી આવી બિમારી કેવી રીતે ઉદ્ભવી હતી અને આટલી ઝડપથી વિશ્વભરમાં તેની ભયાનકતા કેવી રીતે ફેલાઇ તેમજ આ રોગચાળાની ઝપેટમાં આવી ગયેલા લોકોએ કેવી રીતે તેનો સામનો કર્યો, તે વિશે આપણે સમજૂતી મેળવવી જોઇએ. આપણને જે બોધપાઠ મળ્યો છે, તે ભવિષ્યમાં ઉદ્ભવવાની સંભવિતતા ધરાવતા આ પ્રકારના પડકારોને અસરકારક રીતે મ્હાત આપવા માટે ઘણાં ઉપયોગી નીવડશે," તેમ ગુટેરેસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું."પરંતુ અત્યારે તે સમય નથી. આ સમય એક થવાનો છે, આ સમય આ વાઇરસને અટકાવવા માટે એક થઇને આંતરરાષ્ટ્રીય સમુદાય માટે સાથે મળીને કામ કરવાનો છે," તેમ તેમણે ઉમેર્યું હતું.

યુએનના વડાએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે ચાલી રહેલો રોગચાળો આ વિશ્વ સામે આવેલા સૌથી ખતરનાક પડકારો પૈકીનો એક છે. "આરોગ્ય અને સામાજિક-આર્થિક ક્ષેત્રે ગંભીર પરિણામો સાથેની માનવી પર આવી પડેલી આ સૌથી મોટી કટોકટી છે."

"(WHO)તેના હજારો લોકોના સ્ટાફ સાથે ફ્રન્ટ-લાઇન પર છે. સંગઠન સભ્ય દેશોને તથા તેના સમાજોને અને ખાસ કરીને સૌથી જરૂરિયાતમંદ લોકોને માર્ગદર્શન, તાલીમ, ઉપકરણો તથા નક્કર જીવનનું રક્ષણ કરતી સેવાઓ પૂરાં પાડી રહ્યું છે," તેમ તેમણે ઉમેર્યું હતું.

ટ્રમ્પની ધમકી વિશે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એડહેનોમ ગેબ્રિસસે બુધવારે જણાવ્યું હતું કે, અત્યારે આ ક્ષણે તેઓ વાઇરસના મુદ્દાને રાજકીય રંગ આપવાને બદલે વિશ્વને એક્તા અને અખંડિતતાનો સંદેશ આપે છે.

"હું વિશ્વને બે સૂચન કરીશ," તેમ તેમણે જીનિવાથી વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સને જણાવ્યું હતું. પ્રથમ છે, રાષ્ટ્રીય એક્તા, અને બીજું છે, વૈશ્વિક અખંડિતતા.ટેડ્રોસે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરે, નેતાઓએ પક્ષના સિદ્ધાંતોને વળગી રહીને કાર્ય કરવું જોઇએ."રાજકીય પક્ષોને હું સંદેશ આપવા માંગું છું કે, આ વાઇરસ મુદ્દે રાજકારણ ન રમશો. જો તમને તમારા નાગરિકોની દરકાર હોય, તો તમારા પક્ષના નિયમો તથા સિદ્ધાંતોને અનુસરીને કામ કરો... અમે તમને ખાતરીપૂર્વક જણાવીએ છીએ કે, એક્તા જાળવ્યા વિના, બહેતરથી બહેતર વ્યવસ્થા ધરાવનારો દેશ પણ મુશ્કેલીમાં મૂકાઇ જશે અને વધુ કટોકટીમાં સપડાઇ જશે," તેમ ટેડ્રોસે નોંધ્યું હતું

"રાજકીય પોઇન્ટ્સ મેળવવા માટે કોવિડ-19નો ઉપયોગ કરવાની જરૂર નથી. તમારી પાસે તમારી જાતને સાબિત કરવા માટે બીજા ઘણા માર્ગો છે. રાજકારણ માટે કોવિડ-19ના મુદ્દાનો ઉપયોગ કરવાનું રહેવા દો, આ આગ સાથે રમત રમવા જેવું છે," તેમ ટેડ્રોસે ઉમેર્યું હતું.

આ સમગ્ર ગતિવિધિ પાછળની પૃષ્ઠભૂમિ એ છે કે, ગયા ડિસેમ્બર મહિનામાં ચીનમાં આ મહામારીનો ઉદ્ભવ થયો, ત્યારથી લઇને વિશ્વભરમાં કોરોનાવાઇરસના કેસોની સંખ્યા વધીને 14,84,811 થઇ છે અને અત્યાર સુધીમાં 88,538 લોકોએ જાન ગુમાવ્યા છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details