ગુજરાત

gujarat

ETV Bharat / international

યુક્રેનની પ્રથમ મહિલા ઓલેના જેલેંસ્કા કોરોનાથી સંક્રમિત, ઇન્સ્ટાગ્રામ પર આપી માહિતી - યુક્રેનની પ્રથમ મહિલા કોરોના સંક્રમિત

યુક્રેનની પ્રથમ મહિલા ઓલેના જેલેંસ્કાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને કહ્યું કે તે કોરોનાથી સંક્રમિત છે. જોકે તેના પતિ અને બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

ઓલેના જેલેંસ્કા
ઓલેના જેલેંસ્કા

By

Published : Jun 12, 2020, 9:23 PM IST

કીવ: યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેંસ્કાની પત્નીએ જણાવ્યું છે કે તે કોરોના વાઇરસથી સંક્રમિત છે. 'ફ્સ્ટ લેડી' ઓલેના જેલેંસ્કાએ શુક્રવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ માહિતી આપી.

તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને કહ્યું કે તે કોરોનાથી સંક્રમિત છે.જોકે તેના પતિ અને બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેણે કહ્યું કે તેની તબિયત સારી છે, સારવાર લઈ રહી છે અને તે તેના પરિવારથી અલગ થઈ ગઈ છે, જેથી તેના પરિવારને ચેપ ન લાગે.

યુક્રેનમાં અત્યાર સુધીમાં 29,000 થી વધુ કોરોના વાઇરસના કેસ નોંધાયા છે, જ્યારે 870 લોકોનાં મોત નીપજ્યાં છે.

જો કે, સરકારે મેના અંતમાં જાહેર પરિવહન ફરી શરૂ કરી અને મોલ્સ અને જીમ ફરી શરૂ કરવા સાથે લોકડાઉનના પ્રતિબંધોને ધીમે ધીમે ઘટાડવાનું શરૂ કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details