ન્યૂઝ ડેસ્ક : યુક્રેન-રશિયામાં યુદ્ધ શરૂ થઈ ગયું છે. કિવ સહિત યુક્રેનના અલગ-અલગ ભાગોમાં વિસ્ફોટો શરૂ થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, કિવ પર ક્રુઝ અને બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. કિવ ઉપરાંત ખાર્કિવ શહેરમાં પણ બ્લાસ્ટ થયા હતા. આ પહેલા ગુરુવારે સવારે ડોનેત્સ્કમાં પાંચ વિસ્ફોટ થયા હતા. તમને જણાવી દઈએ કે ડોનેત્સ્ક, જ્યાં 5 વિસ્ફોટ થયા હતા, તે 2 વિસ્તારોમાંથી એક છે, જેને રશિયાએ નવા દેશ તરીકે માન્યતા આપી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરતા જ વિસ્ફોટોની ઘટના શરૂ થઈ છે.
યુક્રેનની સેનાનો જડબાતોડ જવાબ
યુક્રેન-રશિયા સંઘર્ષ યુદ્ધમાં (Ukraine Russia conflict) ફેરવાઈ ગયો છે. યુક્રેનની સેનાએ (Ukraine military attacks Russia) દાવો કર્યો છે કે, તેણે પાંચ રશિયન વિમાનોને તોડી પાડ્યા (Ukraine shot down five Russian planes) છે. ન્યૂઝ એજન્સી ANIએ રોઈટર્સને ટાંકીને કહ્યું કે, યુક્રેન પર રશિયાના હુમલા બાદ યુક્રેનની સેનાએ જડબાતોડ જવાબ આપ્યો.
પાંચ રશિયન વિમાનો ઠાર
યુક્રેનિયન સૈન્યએ કહ્યું છે કે, લુહાન્સ્ક પ્રદેશમાં પાંચ રશિયન વિમાનો(Ukraine military five Russian planes shot) અને એક હેલિકોપ્ટરને ઠાર કરવામાં આવ્યા છે. આ પહેલા ગુરુવારે વહેલી સવારે સમાચાર આવ્યા હતા કે યુક્રેનના અલગ-અલગ શહેરોમાંથી સતત વિસ્ફોટ (helicopter shot down in Luhansk region) થઈ રહ્યા છે.
યુક્રેનિયન સૈન્યના હવાઈ સંરક્ષણનો નાશ
યુક્રેન સાથેના યુદ્ધની વચ્ચે, રશિયન સૈન્યએ દાવો કર્યો છે કે તેણે યુક્રેનની હવાઈ સંરક્ષણ સંપતિઓ અને હવાઈ મથકોને નષ્ટ કરી દીધા છે (Ukraine air refences knocked out). રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલામાં યુક્રેનિયન સૈન્યના હવાઈ સંરક્ષણનો નાશ થયો છે.
સૈન્ય યુનિટનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિષ્ક્રિય
રશિયન સૈન્યએ દાવો કર્યો છે કે યુક્રેનના સૈન્ય યુનિટનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિષ્ક્રિય થઈ ગયું છે. યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે યુક્રેનની જવાબી કાર્યવાહી દરમિયાન રશિયાના પાંચ વિમાનોને તોડી પાડવામાં આવ્યા છે. આ અંગે રશિયાએ કહ્યું કે, યુક્રેનના હુમલામાં કોઈ રશિયન યુદ્ધ વિમાનને નુકસાન થયું નથી.
રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ
સુરક્ષા પરિષદમાં નિંદા પ્રસ્તાવ લાવવામાં આવશે આ હુમલા પર સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત લિન્ડા થોમસનું કહેવું છે કે, તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ રજૂ કરશે. તેમણે કહ્યું કે, કાઉન્સિલે આ મામલે કંઈક કરવું પડશે. અમે તેને આવતીકાલે પ્રસ્તાવિત કરીશું.
ક્રૂડ ઓઇલ 100 ડોલર સુધી પહોંચી ગયું છે
રશિયાના યુક્રેન પર હુમલાના સમાચાર આવતાની સાથે જ ક્રૂડ ઓઈલના ભાવમાં પણ વધારો થયો હતો. ક્રૂડ ઓઈલ 100 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયું છે.
NATO ચીફએ કરી નિંદા
આ સાથે જ નાટો ચીફ જેન્સ સ્ટોલ્ટનબર્ગ રશિયાના હુમલા પર નિંદા કરી છે. તેમણે આ બિનજરૂરી હુમલો ગણાવ્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે, આનાથી અસંખ્ય લોકોના જીવ જોખમમાં મુકાશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, "હું યુક્રેન પર રશિયાના અવિચારી અને ઉશ્કેરણી વિનાના હુમલાની સખત નિંદા કરું છું" અમારા ઘણા પ્રયત્નો અને ચેતવણીઓ છતાં, રશિયાએ આક્રમકતાનો માર્ગ પસંદ કર્યો જે યોગ્ય નથી.
એર ઈન્ડિયાનું પ્લેન પાછું આવી રહ્યું છે
યુક્રેનમાં ફસાયેલા ભારતીય લોકોને બચાવવા ગયેલું એર ઈન્ડિયાનું એરક્રાફ્ટ AI1947, યુક્રેનના કિવમાં NOTAM (નોટિસ ટુ એર મિશન)ના કારણે દિલ્હી પરત આવી રહ્યું છે.
રાજધાની કિવમાં વિસ્ફોટ
રશિયાએ યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીની જાહેરાત કર્યા બાદ તરત જ યુક્રેનની રાજધાની કિવમાં મુખ્ય એરપોર્ટ નજીક બહુવિધ વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. CNN દ્વારા મળતી માહિતી પ્રમાણે, રાજધાનીના પૂર્વમાં બોરીસ્પિલ વિસ્તારમાં અનેક વિસ્ફોટો થયા હોવાની ઘટના સામે આવી રહી છે.