લંડન : બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જૉનસને પૂર્વી લદ્દાખમાં થયેલી અથડામણને ચિંતાજનક સ્થિત જણાવી છે. તેમજ ભારત અને ચીને પહેલા સરહદ મુદ્દને હલ કરવા માટે વાતચીત કરવાનું આહ્વાન કર્યું છે. હાઉસ ઓફ કૉમન્સમાં પ્રાઈમ મિનિસ્ટર્સ ક્વેશ્ચસ દરમિયાન જૉનસનનું આ પહેલું નિવેદન સામે આવ્યું છે. કેજર્વેટિવ પાર્ટીના સાંસદ ફિલ્ક ડુમંડે એક રાષ્ટ્રમંડસ સભ્ય અને દુનિયાના સૌથી મોટા લોકતંત્ર વચ્ચે વિવાદથી બ્રિટેનના હિતો પર પડનારી અસરને લઈ સવાલ પૂછ્યો હતો.
બોરિસ જૉનસને ભારત-ચીન ગતિરોધને ગંભીર પરિસ્થિતિ ગણાવી - પૂર્વી લદ્દાખમાં થયેલી અથડામણ
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ભારત અને ચીન સાથે તેમના સરહદના મુદ્દાના સમાધાન માટે વાતચીત કરવાની હાકલ કરી હતી, તેમજ પૂર્વી લદ્દાખમાં થયેલી અથડામણને ચિંતાજનક સ્થિત જણાવી છે.
pmborisjohnson
ફિલ્ક ડુમંડના સવાલના જવાબ આપતા જૉનસનના પૂર્વી લદ્દાખમાં અથડામણને ખુબ ગંભીર અને ચિતાજનક સ્થિતિ ગણાવી છે અને કહ્યું કે, આના પર બ્રિટેન ચોક્કસાઈથી નજર રાખી રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે, હું કહી શકું છુ કે અમે બંન્ને પક્ષોને સરહદ મુદ્દા પર વાતચીત કરવા માટે પ્રેરિત કરી રહ્યા છીએ. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન જૉનસન કોરોના વાઈરસ પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો. થોડા દિવસો પહેલા જ કામ પર પરત ફર્યા છે.