- ટ્વિટરે હરાજીમાં મળેલી રકમ આફ્રિકામાં એક એજન્સીને દાનમાં આપી
- ટ્વિટરને નોન ફંજિબલ ટોકન (NFT)ના રૂપે બહુમુલ્ય ડિજિટલ આર્ટનો દરજ્જો મળ્યો
- ડોર્સીએ 6 માર્ચ 2006માં 'જસ્ટ સેટિંગ અપ માય ટ્વિટર' લખી ટ્વિટ કર્યું હતું
આ પણ વાંચોઃટ્વિટરનો કેન્દ્ર સરકારને જવાબ, 500 વિવાદિત એકાઉન્ટ સામે કરી કાર્યવાહી
ન્યૂઝ ડેસ્કઃ ટ્વિટરના CEO જેક ડોર્સીનું પહેલું ટ્વિટ હરાજીમાં 17.37 કરોડ રૂપિયામાં વેચાયું છે. તેમણે આ રકમ આફ્રિકામાં ઉપયોગ માટે એક એજન્સીના બિટકાઈન સ્વરૂપે દાન કરી દીધી છે. ટ્વિટરને નોન ફંજિબલ ટોકન (NFT)ના રૂપે બહુમુલ્ય ડિજિટલ આર્ટનો દરજ્જો મળી રહ્યો છે. ડોર્સીએ આ ટ્વિટ 6 માર્ચ 2006એ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, જસ્ટ સેટિંગ અપ માય ટ્વિટર (પોતાનું ટ્વિટર સેટ કરી રહ્યો છું). આને એક ટેક કંપની બ્રિજ ઓરેકલના CEO સીના એસ્તાવીએ ખરીદ્યું છે.