ગુજરાત

gujarat

ETV Bharat / international

પુતિન અને ટ્રમ્પ વચ્ચે કોરોના વાઇરસ અંગે થઇ ચર્ચા: ક્રેમલિન - અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ

રુસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તેના અમેરિકી સમકક્ષ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કોરોના વાઇરસ અને તેલ પર ચર્ચા થઇ હતી. રુસી સરકારના મુખ્યાલય ક્રેમલિને આ વિશે માહિતી આપી હતી.

Etv Bharat, Gujarati NEws, Donald Trump, CoronaVirus
Donald Trump

By

Published : Mar 31, 2020, 7:56 AM IST

મૉસ્કો: રુસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે પોતાના અમેરિકી સમકક્ષ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે કોરોના વાઇરસ સંબંધી સહયોગ પર ચર્ચા કરી હતી. આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ તેલના ભાવ પર પણ વાર્તાલાપ કર્યો હતો અને સહમત થયા હતા. રુસી સરકારના મુખ્યાલય ક્રેમલિને આ વિશે જાણકારી આપી હતી.

ક્રેમલિનના એક નિવેદનમાં કહ્યું કે, બંને રાષ્ટ્રધ્યક્ષોએ દુનિયામાં કોરોના વાઇરસના ફેલાવાને લઇ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

આ નિવેદનમાં વિસ્તૃત માહિતીમાં ક્રેમલિને જણાવ્યું હતું કે, તેમણે કોરોના વાઇરસ પર જવાબી કાર્યવાહીને લઇ બંને દેશો વચ્ચે સહયોગ પર ચર્ચા કરવામાં આવી હતી.

ટ્રમ્પ અને પુતિને વૈશ્વિક તેલ બજારની વર્તમાન સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી. તેમણે પોત-પોતાના ઉર્જા પ્રધાનો દ્વારા આ વિષય પર રુસ-અમેરિકા વાતની પણ વ્યવસ્થા કરી હતી.

મહત્વનું છે કે, સાઉદી નીતિ ઓપેક અને રુસ વચ્ચેની વાત નિષ્ફળ થયા બાદ આ મહીનાના પ્રારંભમાં તેલના ભાવ ઘટ્યા હતા.

ટ્રમ્પે આ વાત પહેલા કહ્યું હતું કે, તેમને આશા છે કે, પુતિન અમેરિકી પ્રતિબંધોને દૂર કરવાનો અનુરોધ કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details