ગુજરાત

gujarat

ETV Bharat / international

જર્મનીના રાષ્ટ્રપતિએ કોરોનાની વેક્સિન લીધી - ચાન્સેલર એન્જેલા માર્કેલ

જર્મનીમાં પણ કોરોનાની સ્થિતિ બગડી રહી હોવાથી કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે. હવે જર્મનીના રાષ્ટ્રપતિ ફ્રેન્ક વોલ્ટર સ્ટેનમિયરે કોરોના વેક્સિન લીધી છે. જોકે, દેશમાં 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે વેક્સિન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

જર્મનીના રાષ્ટ્રપતિએ કોરોનાની વેક્સિન લીધી
જર્મનીના રાષ્ટ્રપતિએ કોરોનાની વેક્સિન લીધી

By

Published : Apr 2, 2021, 9:00 AM IST

Updated : Apr 2, 2021, 12:51 PM IST

  • રાષ્ટ્રપતિ કાર્યાલયે રાષ્ટ્રપતિએ વેક્સિન લીધી હોવાની માહિતી આપી
  • 65 વર્ષીય રાષ્ટ્રપતિ ફ્રેન્ક વોલ્ટર સ્ટેનમિયરે બર્લિનની હોસ્પિટલમાં લીધી વેક્સિન
  • 60થી ઓછી વયના લોકોને વેક્સિન ન લેવા જર્મનીની સ્વતંત્ર વેક્સિન સમિતિએ કરી હતી અપીલ

આ પણ વાંચોઃકોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે લીધી કોરોના વેક્સિન

બર્લિનઃ જર્મનીના રાષ્ટ્રપતિએ કોરોના વેક્સિન લીધી છે. આ અંગેની મહિતી રાષ્ટ્રપતિ કાર્યાલયે આપી હતી. કાર્યાલયે આપેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ફ્રેન્ક વોલ્ટર સ્ટેનમિયરે (ઉં. 65) ગુરુવારે બર્લિનની એક હોસ્પિટલમાં કોરોનાની વેક્સિન લીધી હતી. આપને જણાવી દઈએ કે, જર્મનીની સ્વતંત્ર વેક્સિન સમિતિએ 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોને નિયમિત રીતે વેક્સિન ન લગાવવાની સલાહ આપી હતી. કારણ કે, વેક્સિનેશનના થોડા દિવસ પછી અસામાન્ય રીતે લોહી જામી જવાની ફરિયાદ મળી હતી.

આ પણ વાંચોઃવડોદરા BAPSશ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરાના 25થી વધુ સંતોએ રસી મુકાવી

હું કોરોના વેક્સિન લેવા તૈયાર છુંઃ ચાન્સેલર એન્જેલા માર્કેલ

જર્મનીની સરકારે ભલામણોને ધ્યાનમાં રાખી કહ્યું કે, વેક્સિન 60થી વધુ ઉંમરના લોકોની પ્રાથમિકતા સાથે લગાવવામાં આવશે. ત્યારબાદ બર્લિન સહિત કેટલાક ક્ષેત્રોમાં 60થી 70 વર્ષના લોકો માટે વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. ચાન્સેલર એન્જેલા માર્કેલે (ઉં. 66) કહ્યું હતું કે, તેઓ વેક્સિન લેવા તૈયાર છે.

Last Updated : Apr 2, 2021, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details