- જર્મનીમાં કોરોના વાઈરસ બન્યો બેકાબૂ
- જર્મનીમાં કોરોનાને કેસ વધતા લૉકડાઉન લંબાવાયું
- ચાન્સેલર એન્જેલા માર્કેલે 16 ગવર્નરો સાથે કરી બેઠક
- તમામ સાથે ચર્ચા કરી લૉકડાઉન લંબાવવાનો કર્યો નિર્ણય
આ પણ વાંચોઃન્યૂઝિલેન્ડના સૌથી મોટા શહેર ઓકલેન્ડમાં ત્રણ દિવસ લોકડાઉન લગાવાયું
જર્મનીઃ જર્મનીમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી હવે 18 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવાયું છે. આ પહેલા અહીં 28 માર્ચ સુધી લૉકડાઉન હતું, પરંતુ કોરોનાના કેસ વધતા આ નિર્ણય લેવાયો છે. દેશના 16 રાજ્યોના ગવર્નરો સાથે વીડિયો કોન્ફરન્સથી મંગળવારે ચાન્સેલર એન્જેલા માર્કેલે કહ્યું હતું કે, પૂર્વમાં 28 માર્ચ સુધી લગાવવામાં આવેલા પ્રતિબંધ 18 એપ્રિલ સુધી યથાવત રહેશે. આ સાથે જ જર્મનીમાં ઘણા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. ઈસ્ટર પર સાર્વજનિક આયોજનો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.