- બાળકો માટેની વેક્સિનની (Vaccine) જોવાતી રાહ થઈ પૂર્ણ
- યુરોપીય ઔષધી એજન્સીએ મોડર્ના વેક્સિન (Moderna vaccine)ને આપી મંજૂરી
- હવે 12થી 17 વર્ષની વયના લોકોને પણ મોડર્નાની કોરોના વેક્સિન આપી શકાશે
લંડનઃ છેલ્લા ઘણા સમયથી બાળકો માટે પણ કોરોનાની વેક્સિનની (Corona Vaccine) રાહ જોવાઈ રહી હતી. જોકે, હવે આનો અંત આવ્યો છે. કારણ કે, યુરોપીય ઔષધી એજન્સીએ (European Pharmaceutical Agency) 12થી 17 વર્ષના બાળકો માટે મોડર્ના કંપનીની કોરોનાની રસીને (Corona Vaccine) મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. જોકે, આ પહેલી વખત એવું થયું છે કે, કોઈ વેક્સિનને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મંજૂરી મળી છે.
આ પણ વાંચો-AIIMS director dr. Randeep guleria: બાળકોની રોગપ્રતિકારક શક્તિ સારી હોય છે, તેથી શાળાઓ ખોલવી જોઈએ
3,700 બાળકો પર કરાયું છે સંશોધન
શુક્રવારે યુરોપીય સંઘના (European Pharmaceutical Agency) ઔષધી નિયામકે કહ્યું હતું કે, 12થી 17 વર્ષની વયના 3,700થી વધુ બાળકો પર કરવામાં આવેલા અભ્યાસમાં મોડર્નાની રસીએ (Moderna vaccine) તુલનાત્મક એન્ટિબોડી (Antibody) ઉત્પન્ન થવાનું જાણ્યું હતું. યુરોપમાં વયસ્કો માટે મોડર્નાની કોરોનાની રસીને પહેલાથી જ મંજૂરી મળી ચૂકી છે.
આ પણ વાંચો-Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 41 હજારથી વધુ, 507ના મોત
કિશોરોમાં પણ આ વેક્સિન એટલી જ કારગર
ઉત્તરી અમેરિકા અને યુરોપમાં અત્યાર સુધી 12 વર્ષની ઉંમર સુધીના બાળકો માટે અત્યાર સુધી ફાઈઝર (Pfizer) અને તેના જર્મના ભાગીદાર બાયોએનટેક (BioeNtech) વેક્સિન જ એખ માત્ર વિકલ્પ રહ્યો છે. મોડર્નાએ આ અંગે કહ્યું હતું કે, તેમની વેક્સિન 18 વર્ષથી વધુ વયના લોકો પર જેટલી કારગર છે તેટલી જ કિશોરોમાં પણ પ્રભાવી છે. હાથમાં દુખાવો, માથામાં દુખાવો અને થાક જેવા દુખાવા વયસ્કોમાં થાય છે. તે કિશોરોમાં પણ થાય છે.