ગુજરાત

gujarat

ETV Bharat / international

સમગ્ર વિશ્વમાં કોરોનાથી મોતનો આંકડો 1 લાખ 80 હજારથી પણ વધુ

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 1 લાખ 80 હજારથી વધુ લોકોનાં મોત થયા છે. આજે દુનિયા કોરોના વાઈરસના પ્રકોપથી ત્રાસી છે. જો કે, વૈજ્ઞાનિકો આ વાઈરસથી બચવાનો ઈલાજ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સમગ્ર વિશ્વમાં કોરોનાથી મોતનો આંકડો 1,80,000ને પાર
સમગ્ર વિશ્વમાં કોરોનાથી મોતનો આંકડો 1,80,000ને પાર

By

Published : Apr 23, 2020, 11:03 AM IST

પેરિસઃ દુનિયાભરમાં કોરોના વાઈરસથી 1લાખ 80હજારથી વધારે લોકોના મોત થયા છે અને કોરોના સંક્રમિતોની સંખ્યા 26 લાખથી વધારે છે. ચીનમાં કોરોના વાઈરસનો સૌ પ્રથમ કેસ ડિસેમ્બર 2019માં સામે આવ્યો હતો.

આ આંકડા વર્લ્ડોમીટર પરથી લેવામાં આવ્યા છે. આંકડા અનુસાર વિશ્વભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 26 લાખ 37 હજાર 673 છે. આ વાઈરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 18 લાખ 4 હજાર 217 છે.

અત્યાર સુધીમાં 7 લાખ 17 હજાર 625 લોકો આ રોગને માત આપી સ્વસ્થ થયા છે. 23 એપ્રિલ સુધીમાં વિવિધ દેશોમાં કોરોના સંક્રમિત લોકોમાં 17 લાખ 35 હજાર 831થી વધુ કેસ સક્રિય છે. હાલ તેમની સારવાર કરવામાં આવી રહી છે.

મળતા આંકડા અનુસાર દુનિયામાં અત્યાર સુધીમાં 1 લાખ 84 હજાર 217 લોકોનાં મોત થયા છે.

અમેરિકામાં કોરોનાથી સૌથી વધારે 47 હજાર 676 લોકોનાં અત્યાર સુધીમાં મોત થયા છે. તો ઇટાલીમાં 25 હજાર 85 લોકોના, સ્પેનમાં 21 હજાર 717 લોકોના, ફ્રાન્સમાં 21 હજાર 340 લોકોના અને બ્રિટનમાં 18 હજાર 100 લોકોનાં મોત થયાં છે.

ABOUT THE AUTHOR

...view details