ન્યુઝ ડેસ્કઃ દુનિયાભરમાં કોરોના વાઈરસથી તારાજી સર્જાઈ છે. આ જીવલેણ વાઈરસના કારણે મૃતકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. એકલા સ્પેનમાં જ મૃત્યુઆંક 4000ની પાર પહોંચ્યો છે.
સ્પેનમાં કોરોના વાઈરસથી 4 હજારથી વધુ લોકોના મોત - દુનિયાભરમાં કોરોના વાઈરસથી તારાજી
સ્પેનમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. માત્ર છેલ્લા 24 કલાકમાં 655 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 4 હજારનો આંકડો વટાવી ચૂક્યો છે.
સ્પેનમાં કોરોના વાઈરસથી 4 હજારથી વધુ લોકોના મોત
સ્પેનમાં અત્યાર સુધીમાં 4089 લોકોએ જીવ ગુમાવ્યો છે. વાઈરસની અસર ઘટાડવા અને તેને ફેલાતો અટકાવવા લૉકડાઉન કરાયુ છે. 26 માર્ચ સુધીમાં સ્પેનમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 56188 પર પહોંચી છે.