ગુજરાત

gujarat

ETV Bharat / international

કોરોના કહેરઃ સ્પેનમાં 24 કલાકમાં 812ના મોત, કુલ મૃત્યુઆંક 7,340 - સ્પેનમાં 24 કલાકમાં 812ના મોત

સ્પેનમાં કોરોના વાઈરસથી મૃત્યુ પામનારા લોકોનો સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ સ્પેનમાં 7,340 લોકોના કોરોના વાઈરસથી મૃત્યુ થયા છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણની સંખ્યા 85,195 પર પહોંચી ગઈ છે.

કોરોના
કોરોના કહેરઃ સ્પેનમાં 24 કલાકમાં 812ના મોત, કુલ મૃત્યુઆંક 7,340

By

Published : Mar 30, 2020, 8:39 PM IST

મોસ્કો: સોમવારે સ્પેનમાં મૃત્યુઆંક 7,340 વટાવી ગયો છે. જ્યારે ગત 24 કલાકના ગાળામાં 812 લોકોના મોત થયા છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણની સંખ્યા 85,195ને પાર પહોંચી ગઈ છે. ઈટલી પછી સ્પેન વિશ્વનો બીજો દેશ બન્યો છે.કોરોના વાઈરસથી ઇટલીમાં મૃત્યુ પામનારા લોકોનો સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે

COVID-19ના મોટાભાગના લોકોમાં હળવા અથવા મધ્યમ લક્ષણો જોવા મળે છે, પરંતુ વૃદ્ધ લોકોમાં અથવા જે લોકોને આરોગ્યને લગતી સમસ્યાઓ છે તેમનામાં ગંભીર લક્ષણો જોવા મળે છે. સ્પેનમાં સંક્રમિત લોકોની સંખ્યામાં 24 કલાકમાં 8 ટકાનો વધારો થયો છે. જે રવિવારે 9.1% હતો.

ABOUT THE AUTHOR

...view details