મેડ્રિડઃ કોરોનાના કારણે સ્પેનમાં હાલ સુધી 738 મોત થઇ ગયા છે. જેના કારણે સ્પેનમાં કોરોના વાઇરસમાં મરનારની સંખ્યામાં વધારો થયો છે અને આ આંકડો 3434 સુધી પહોંચી ગયો છે. ચીનથી શરૂ થયેલા કોરોના વાઇરસે યૂરોપને પોતાનો ગઢ બનાવી લીધો છે. ચીનમાં 3281 લોકોના મોત કોરોના વાઇરસના ઝપેટમાં આવવાને કારણે થયા હતા. ઇટાલીમાં તો તેનાથી પણ ખરાબ સ્થિતિ છે. અહીં 6820 લોકોના મોત થયા છે.
મંગળવારની તુલનામાં 27% ટકાના વધારા સાથે સ્પેનમાં 738 લોકોના મોત થયા છે. દેશમાં કુલ 47,610 લોકો કોરોનાની ઝપેટમાં છે. સ્વાસ્થ્ય અધિકારી ફર્નાન્ડો સાઇમને જણાવ્યું કે, આવનારા સમયમાં આ આંકડો વધવાની શક્યતા છે. સ્પેનમાં 14 માર્ચથી લાગૂ લૉકડાઉન છતાં અહીં મોત અને ઇન્ફેક્શનના કેસ સતત વધી રહ્યાં છે.