- અમેરિકામાં રસી એસ્ટ્રાઝેનેકાની ત્રીજી ટ્રાયલ 79 ટકા સુધી સફળ
- રસી લીધા પછી કોરોના વાયરસનું જોખમ નથી રહેતું
- 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં રસી 80 ટકા જેટલી સફળ સાબિત
મદ્રિદ : અમેરિકામાં કોરોના વાયરસ રસી એસ્ટ્રાઝેનેકાની ત્રીજી ટ્રાયલ 79 ટકા સુધી સફળ રહી છે. તેના લીધે યુ.કે. પરીક્ષણના પરિણામોની તુલનામાં તે ખૂબ અસરકારક માનવામાં આવે છે. આંતરિક માહિતી અનુસાર, આ રસી 65 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 100 ટકા અસરકારક સાબિત થઈ છે. તેને લાગુ કર્યા પછી, કોરોના વાયરસનું જોખમ નથી રહેતું. કંપની એસ્ટ્રાઝેનેકા અનુસાર, આ ડેટા ખાતરી આપે છેકે, તમામ ઉંમરના વૃદ્ધ લોકો વાયરસથી સુરક્ષિત રહેશે. ત્યારે ભારત સરકાર સિરમ ઇન્સટિટ્યુટ દ્વારા બનાવવામાં આવેલી કોવિલ્ડ, એસ્ટ્રાઝેનેકા સહિતની રસી આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇંડિયાના એસ્ટ્રાજેનેકા રસી પરના પરિણામો
65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં રસી 80 ટકા જેટલી સફળ સાબિત