ગુજરાત

gujarat

ETV Bharat / international

સ્પેનમાં 24 કલાકમાં 838ના મોત, કુલ મૃત્યુઆંક 5,696 - કોવિડ-19

સ્પેનમાં કોરોના વાઈરસથી મૃત્યુ પામનારા લોકોનો સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ સ્પેનમાં 6528 લોકોના કોરોના વાઈરસથી મૃત્યુ થયા છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણની સંખ્યા 78,797 પર પહોંચી ગઈ છે.

A
કોરોનાનો કહેર: સ્પેનમાં 24 કલાકમાં 838ના મોત, કુલ મૃત્યુઆંક 5,696 થયો

By

Published : Mar 29, 2020, 9:47 PM IST

મેડ્રિડ: રવિવારે સ્પેનમાં મૃત્યુઆંક 6500 વટાવી ગયો છે. જ્યારે ગત 24 કલાકના ગાળામાં 838 લોકોના મોત થયા છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણની સંખ્યા 78,797ને પાર પહોંચી ગઈ છે. ઈટલી પછી સ્પેન વિશ્વનો બીજો દેશ બન્યો છે.

કોરોના વાયરસથી ઇટલીમાં મૃત્યુ પામનારા લોકોનો સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. COVID-19ના મોટાભાગના લોકોમાં હળવા અથવા મધ્યમ લક્ષણો જોવા મળે છે, પરંતુ વૃદ્ધ લોકોમાં અથવા જે લોકોને આરોગ્યને લગતી સમસ્યાઓ છે તેમનામાં ગંભીર લક્ષણો જોવા મળે છે. સ્પેનમાં સંક્રમિત લોકોની સંખ્યામાં 24 કલાકમાં 9.1 ટકાનો વધારો થયો છે.

કોરોના વાઈરસના કારણે સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું 26 માર્ચના રોજ પેરિસમાં મોત થયું. તેમની ઉંમર 86 વર્ષની હતી. મારિયાના મોતની જાણકારી તેના ભાઈ એનરિક ડી બોરબોને ફેસબુક પર આપી છે. વિશ્વભરમાં શાહી પરિવારમાં આ પ્રથમ મોત છે. રાજકુમારી મારિયા પરિવારની કેડેટ શાખા, બોર્ન-પરમાગરની સભ્ય હતા.

ABOUT THE AUTHOR

...view details