- એલન મસ્કની કંપની સ્પેસએક્સે આજે ઈતિહાસ રચ્યો
- સ્પેસએક્સે પહેલું સર્વ-નાગરિક મિશન 'ઈન્સ્પિરેશન 4'ને લોન્ચ કર્યું
- ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી નાસાના પેઈડ 39 એથી લોન્ચ કર્યું મિશન
સામાન્ય નાગરિકોને લઈને અંતરિક્ષ માટે નીકળ્યું 'ઈન્સ્પિરેશન 4'
સેન ફ્રાન્સિસ્કોઃ એલન મસ્કની કંપની સ્પેસએક્સે આજે ઈતિહાસ રચી દીધો છે. જ્યારે તેણે પોતાના પહેલા સર્વ-નાગરિક મિશન 'ઈન્સ્પિરેશન 4'ને લોન્ચ કર્યું. 'ઈન્સ્પિરેશન 4'ને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી નાસાના પેઈડ 39 એથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનમાં અંતરિક્ષમાં ઉડાન ભરવા માટે સામાન્ય નાગરિકોને પણ સામેલ કરવામાં આવ્યા છે. સ્પેસએક્સે 'ઈન્સ્પિરેશન 4' નામની ચેરિટી સંચાલિત મિશનની જાહેરાત કરી હતી.
સામાન્ય નાગરિકોને લઈને અંતરિક્ષ માટે નીકળ્યું 'ઈન્સ્પિરેશન 4' આ પણ વાંચોઃસ્પેસએક્સે અંતરિક્ષ કેન્દ્ર માટે કીડીઓ, એવોકાડો અને રોબોટ મોકલ્યા
ત્રણ દિવસની યાત્રા
અંતરિક્ષમાં સામાન્ય નાગરિકોની સાથે ઉડાન ભરવાનું આ મિશન ત્રણ દિવસનું છે. ત્રણ દિવસીય યાત્રાના સમાપન પર ફ્લોરિડાના તટથી ઉતરનારા ઠંડા પાણી માટે ડ્રેગન પૃથ્વીના વાયુ મંડળમાં ફરીથી પ્રવેશ કરશે. રવાના થતા પહેલા ક્રુ મેમ્બર હેલે આર્કિનેક્સે કહ્યું હતું કે, મને લાગે છે કે, અમારા મિશન માટે ઘણા સારા બિન્દુ છે, જેમાંથી લોકોને સીમાઓને આગળ વધારવા માટે પ્રેરિત કરવાનું મુખ્ય છે. અમે કોઈ અલગ અલગ રીતે સીમાઓને આગળ વધારી રહ્યા છીએ.
એલન મસ્કની કંપની સ્પેસએક્સે આજે ઈતિહાસ રચ્યો આ પણ વાંચોઃએલન મસ્કની કંપની સ્પેસએક્સ (Spaceex) પોતાનું પહેલું સર્વ-નાગરિક મિશન 'ઈન્સ્પિરેશન 4'ની કક્ષામાં લોન્ચ કરવા માટે તૈયાર
અમે મિશન પર જે કરીએ છીએ તેનાથી જવાબ આપવામાં મદદ મળે છે
અન્ય ક્રુ મેમ્બર ક્રિસ સેમ્બ્રોસ્કીએ કહ્યું હતું કે, અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે, અમે પોતાના મિશન પર જે કંઈ પણ કરી રહ્યા છીએ. તેમાંથી કેટલાક પ્રશ્નોના જવાબ આપવામાં મદદ મળે છે.