ગુજરાત

gujarat

ETV Bharat / international

ઓસ્ટ્રેલિયામાં ભયાનક પૂર, સાઉથ વેલ્સમાં સૌથી વધુ નુકસાન - સેંકડો મકાનો ધરાશાયી

ભારે વરસાદને કારણે ઓસ્ટ્રેલિયાના પૂર્વી ભાગમાં 50 વર્ષનું સૌથી વિનાશક પૂર તબાહી મચાવી રહ્યું છે. રવિવારે અહીં હજારો લોકો વિસ્થાપિત થયા હતા. તેમજ સેંકડો મકાનો ધરાશાયી થઈ ગયા છે. Severe flooding in Australia, The highest damage in South Wales

ઓસ્ટ્રેલિયામાં તીવ્ર પૂર, સાઉથ વેલ્સમાં સૌથી વધુ નુકસાન
ઓસ્ટ્રેલિયામાં તીવ્ર પૂર, સાઉથ વેલ્સમાં સૌથી વધુ નુકસાન

By

Published : Mar 22, 2021, 1:34 PM IST

  • 4,000થી વધુ મકાનો ખાલી કરાવવામાં આવી રહ્યા છે
  • સૌથી વધુ વસ્તીવાળા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સમાં સૌથી વધુ નુકસાન
  • ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા

ઓસ્ટ્રેલિયા: ભારે વરસાદને કારણે ઓસ્ટ્રેલિયાના પૂર્વી ભાગમાં 50 વર્ષનું સૌથી વિનાશક પૂર તબાહી મચાવી રહ્યું છે. રવિવારે અહીં હજારો લોકો વિસ્થાપિત થયા હતા. તેમજ સેંકડો મકાનો ધરાશાયી થઈ ગયા છે.

આ પણ વાંચો:ભારત- ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટ: પીએમ મોદીએ સ્કોટ મોરિસનને ભારત આવવા આમંત્રણ આપ્યું

ન્યૂ સાઉથ વેલ્સમાં સૌથી વધુ નુકસાન

ભારે વરસાદને કારણે ઓસ્ટ્રેલિયાના પૂર્વી ભાગમાં 50 વર્ષનું સૌથી વિનાશક પૂર તબાહી મચાવી રહ્યું છે. લગભગ 8 મિલિયન વસ્તીવાળા સૌથી વધુ વસ્તીવાળા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સમાં સૌથી વધુ નુકસાન થયું છે. સિડની નજીક ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. રાજ્યના વડા ગ્લેડીઝ બેરેજિક્લિઆને જણાવ્યું હતું કે, તાજેતરની કાર્યવાહીમાં 4,000થી વધુ મકાનો ખાલી કરાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો:આશા છે કે ઓસ્ટ્રેલિયાની બુશફાયર ક્રિકેટથી આગ પીડિતોને મદદ મળશે: સચિન તેંડુલકર

ABOUT THE AUTHOR

...view details