ગુજરાત

gujarat

ETV Bharat / international

સના મારિન: વિશ્વના સૌથી યુવા વડાપ્રધાન - દુનિયાના સૌથી નાના ઉમરના વડાપ્રધાન

હેલસિંકી: હેલસિંકીમાં 16 નવેમ્બર 1985ના રોજ જન્મેલા, સના મારિનનું નસીબ ભગવાને સોનાની પેનથી લખ્યું છે. મારિન ફિનલેન્ડના વડાપ્રધાન બન્યાં છે અને આ સાથે તેણે વિશ્વના સૌથી નાની ઉમરમાં આ ટોચનું પદ પ્રાપ્ત કરવાનો ઇતિહાસ રચ્યો છે.

Sana Marin The youngest Prime Minister in the world
વિશ્વના સૌથી યુવા વડાપ્રધાન

By

Published : Dec 15, 2019, 1:23 PM IST

Updated : Dec 15, 2019, 1:32 PM IST

સના મારિનંનું ફિનલેન્ડના વડાપ્રધાનનું પદ સંભાળવાની સાથે, ઉત્તરીય યુરોપનો આ નાનો સુંદર દેશ ઇતિહાસનાં પાનામાં નોંધાઈ ગયો છે. સના 34 વર્ષની છે અને આટલી નાની ઉંમરે તેમના પહેલા સમગ્ર વિશ્વમાંથી કોઈ વડાપ્રધાનના પદ પર પહોંચ્યું નથી.

હેલસિંકીમાં 16 નવેમ્બર 1985માં જન્મેલા, મારિનના નસીબને જાણે ભગવાને સોનાની પેનથી લખ્યું છે. એટલે જ તો જે ઉમરમાં લોકો તેમના જીવનમાં કંઈક સારૂં કરવા માટે પ્રયત્ન કરતા હોય છે, તે ઉમરે તેઓ લગભગ 53 લાખની વસ્તીવાળા દેશના વડાપ્રધાન બની ગયા છે.

સમલૈંગિક જોડીની સંતાન મારિન ફિનલેન્ડની એક એવી ગઠબંધનની સરકારનું નૈતૃત્વ કરવા જઇ રહી છે, જેમાં 4 અન્ય પાર્ટી સામેલ થશે અને આ તમામ પક્ષનું નૈતૃત્વ પણ મહિલાઓના હાથમાં જ છે અને તેમાંથી 3 વડાપ્રધાન મારિન કરતાં પણ નાની છે. એનો મતલબ સાફ છે કે, મારિનની સરકારમાં યુવા મહિલાઓ મોટા પ્રમાણમાં રહેશે.

16 નવેમ્બર 1985ના રોજ હેલસિંકીમાં જન્મેલી સના મારિને 2004માં હાઈ સ્કૂલના અભ્યાસ બાદ તપમેરે વિશ્વવિદ્યાલયના એડમિનિસ્ટ્રેટિવ સાયન્સમાં માસ્ટર્સ કર્યું આ દરમિયાન તે ડેમોક્રેટિક પાર્ટીના યુવા શાખામાં સામેલ થઇ હતી. 2008માં તેઓ દેશની સ્થાનિક સંસ્થાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ જીત મળી નહોતી. તેઓ 2012થી રાજકારણમાં સક્રિય થયાં અને 27 વર્ષની ઉમરમાં તામપેરેના સિટી કાઉન્સિલમા ચૂંટાયા.

માર્કસ રેઈકોનેનની પત્ની અને એક બાળકીની માતા સનાની રાજકારણની યાત્રા ખૂબ જ સુવર્ણ રહી. 2013થી 2017 દરમિયાન તેઓ સિટી કાઉન્સિલના અધ્યક્ષ બન્યા. 2015માં તેઓ સાંસદની ચૂંટણી જીતીને પ્રથમ વખત સંસદના દરવાજે પહોંચ્યા અને 4 વર્ષ બાદ જૂન 2019માં સાંસદની ચૂંટણી બીજી વખત જીત્યાબાદ તેમને પરિવહન અને સંચાર પ્રધાન બનાવવામાં આવ્યાં.

6 મહિના બાદ તેમની કિસ્મત ફરિ ચમકી જ્યારે સોશિયલ મીડિયામાં ડોમોક્રેટિક પાર્ટીએ ફિનલેન્ડના વડાપ્રધાનના પદ માટે રિનીની જગ્યાએ સના મારિનનું નામ રાખ્યું. રિની દેશમાં ચાલી રહેલી ટપાલ કર્મચારીઓની હડતાળને સંભાળવામાં નિષ્ફળ નિવળી હતી, જેના કારણે સનાને દુનિયાના સૌથી નાની ઉમરના વડાપ્રધાન બનવાનો રેકોર્ડ પોતાના નામે કરવાની તક મળી.

ગર્મિની મોસમમાં ફિનલેન્ડમાં બહુ થોડા સમય માટે અંધારૂ થાય છે અને સના મારિનનું ભાગ્ય પણ તેમના દેશમી ભૌગોલિક સ્થિતિ જેવું છે, જ્યાં અંધારા માટે કોઈ જગ્યા નથી. જો કે રાજકારણમાં પણ તડતા અને છાંયાનો કોઈ સમય નક્કી હોતો નથી. પરંતુ અત્યારે તો સત્ય એ છે કે સનાને સવારના સ્વચ્છ તડકાનો યશ મળ્યો છે.

Last Updated : Dec 15, 2019, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details