કિવઃરશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 26મો દિવસ (26th day of the Russia Ukraine war) છે. આ દરમિયાન સમગ્ર દુનિયાની નજર આ બે દેશો પર ટકેલી (Russia Ukraine war) છે. યુએસ પ્રમુખ જો બાઈડને બેઇજિંગને મોસ્કોને સહાય ન આપવા માટે સમજાવવા માટે ચીની નેતા સાથે લાંબી વાતચીત કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ ચેતવણી (US President Joe Biden On War) આપી હતી કે, જો ચીને રશિયનોને સૈન્ય અથવા નાણાકીય સહાય આપવાનો પ્રયાસ કર્યો તો તેને (ચીન) ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ ઉપરાંત, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ ઇઝરાયેલને રશિયા સામે કડક વલણ અપનાવવા વિનંતી કરી છે.
આ પણ વાંચો :Ukraine Russia conflict : રશિયન સેનાએ ફરી કિંજલ મિસાઈલ છોડી, 400 શરણાર્થીઓ સાથેની શાળા પર હુમલો
યુક્રેનમાં રાસાયણિક હથિયારોનો ઉપયોગ : અમેરિકા હાલમાં તેનું સંપૂર્ણ ધ્યાન રશિયા અને યુક્રેન પર કેન્દ્રિત (Ukraine Russia invasion) કરી રહ્યું છે. તેમણે મોસ્કોને ચેતવણી આપી હતી કે, જો રશિયા યુક્રેનમાં રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરશે તો તેને વધુ પરિણામોનો સામનો કરવો પડશે. યુદ્ધની વચ્ચે, યુએસમાં ચીનના રાજદૂત ચિન ગેંગ, યુક્રેન પર રશિયાના આક્રમણની નિંદા ન કરવા બદલ તેમના દેશનો બચાવ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, આવું કરવાથી હિંસા અટકવાની નથી. ગેંગે સીબીએસ પ્રોગ્રામ "ફેસ ધ નેશન" પર કહ્યું કે ચીનની નિંદા કરવાનો કોઈ ફાયદો નથી અને તેને નથી લાગતું કે તેનાથી રશિયાને કોઈ ફરક પડશે.
રશિયાના આક્રમણની નિંદા :તેમણે કહ્યું કે ચીન, રશિયાનો પાડોશી હોવાને કારણે, તેની સાથે મૈત્રીપૂર્ણ અને સારા સંબંધો જાળવી રાખે છે અને તેની સાથે "સામાન્ય વેપાર, આર્થિક, નાણાકીય અને ઉર્જા સહયોગ" ચાલુ રાખશે. યુએસ પ્રમુખ જો બાઇડને ગયા અઠવાડિયે તેમના ચીની સમકક્ષ શી જિનપિંગને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધમાં રશિયાની મદદ કરવા અંગે જણાવ્યું હતું. યુક્રેન પણ ચીનને પશ્ચિમી દેશો અને જાપાનની જેમ રશિયાના આક્રમણની નિંદા કરવા વિનંતી કરી રહ્યું છે. ગેંગે રવિવારે કહ્યું હતું કે, ચીન રશિયાને કોઈ સૈન્ય સહાય આપી રહ્યું નથી. તેમણે કહ્યું કે, ચીન હંમેશા યુદ્ધની વિરુદ્ધ રહ્યું છે.
આ પણ વાંચો :Ukraine Russia invasion : રશિયા યુક્રેન યુદ્ધથી વૈશ્વિક અર્થવ્યવસ્થા પર મંદીનો ખતરો, વિશ્વભરમાં વધશે મોંઘવારી
રશિયા સામે કડક વલણ :યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ રવિવારે ઇઝરાયલને રશિયા સામે કડક વલણ અપનાવવા વિનંતી કરી હતી અને દેશ પર રશિયાના આક્રમણની તુલના નાઝી જર્મનીની ક્રિયાઓ સાથે કરી હતી. ઇઝરાયેલના ધારાશાસ્ત્રીઓને સંબોધતા, ઝેલેન્સકીએ કહ્યું કે તે ઇઝરાયેલ માટે સમય છે, જે યુક્રેન અને રશિયા વચ્ચે મુખ્ય વાટાઘાટકાર તરીકે ઉભરી આવ્યું છે, તે નક્કી કરે કે તે કોની સાથે છે. તેમણે વધુમાં કહ્યું કે, ઇઝરાયલે રશિયા પર પ્રતિબંધો લાદીને અને યુક્રેનને શસ્ત્રોની સપ્લાય કરીને તેના સાથી પશ્ચિમી દેશોનું અનુકરણ કરવું જોઈએ. ઝેલેન્સકીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર યુક્રેન સામે "અંતિમ સામાધાન" પર કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. નાઝી જર્મની દ્વારા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 60 લાખ યહૂદીઓના આયોજિત નરસંહાર માટે અંતિમ સામાધાન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
રશિયન મિસાઈલે બાબી યાર પર પણ હુમલો કર્યો :યહુદી ધર્મ સાથે જોડાયેલા ઝેલેન્સકીએ એમ પણ કહ્યું હતું કે, રશિયન મિસાઈલે બાબી યાર પર પણ હુમલો કર્યો છે. બાબી યાર એ 1941ના નરસંહારમાં જીવ ગુમાવનારા યહૂદીઓની યાદમાં બનેલું સ્મારક છે, જે યુક્રેનમાં આવેલું છે. બીજી તરફ, યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં દેશભક્તિના સંદેશાવાળા ટેટૂ અને બિલબોર્ડ લોકપ્રિય બની રહ્યા છે. લ્વિવમાં ટેટૂ પાર્લરની મુલાકાત લેતા ગ્રાહકો યુક્રેનિયન ધ્વજ અને અન્ય દેશભક્તિના પ્રતીકો ટેટૂ કરી રહ્યા છે.