ગુજરાત

gujarat

ETV Bharat / international

પુતિનનો દાવો: રશિયાએ બનાવી કોરોનાની પ્રથમ વેક્સીન, પુત્રીને પણ આપવામાં આવી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે જાહેરાત કરી હતી કે, તેમણે તેમના દેશમાં કોરોના વાઇરસની પ્રથમ રસી (વેક્સીન) બનાવી લીધી છે. પુતિને દાવો કર્યો છે કે, આ વિશ્વની પ્રથમ કોરોના વાઇરસ રસી છે, જેને રશિયાના આરોગ્ય મંત્રાલયની મંજૂરી મળી ગઇ છે. એટલું જ નહીં, વ્લાદિમીર પુતિને કહ્યું કે, તેમની પુત્રીએ પણ આ રસી આપવામાં આવી છે.

રશિયાએ બનાવી પ્રથમ કોરોના વેક્સીન
રશિયાએ બનાવી પ્રથમ કોરોના વેક્સીન

By

Published : Aug 11, 2020, 3:26 PM IST

મોસ્કો: મળતી માહિતી મુજબ આ રસી મોસ્કોની ગામેલ્યા સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે. મંગળવારે રશિયાના આરોગ્ય મંત્રાલયે આ રસીને સફળ ગણાવી હતી. આ સાથે, વ્લાદિમીર પુતિને જાહેરાત કરી કે ટૂંક સમયમાં રશિયામાં આ રસીનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે અને મોટી સંખ્યામાં રસીના ડોઝ બનાવવામાં આવશે.

વ્લાદિમીર પુતિને કહ્યું કે, તેમની પુત્રીને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો, ત્યારબાદ તેને આ નવી રસી આપવામાં આવી હતી. તેનું તાપમાન થોડા સમય માટે વધ્યું પણ હવે તે એકદમ ઠીક છે.

વિશ્વમાં કોરોના વાઇરસની રસી બનાવવા માટે ટ્રાયલ ચાલી રહ્યા છે. WHO મુજબ 100થી વધુ દેશમાં રસી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં અમેરિકા, બ્રિટન, ઇઝરાઇલ, ચીન, રશિયા, ભારત જેવા દેશો શામેલ છે. ભારતમાં કોરોના વાઇરસની રસી હાલમાં માનવ પરિક્ષણ સ્ટેજ પર છે.

ABOUT THE AUTHOR

...view details