કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ(Russia Ukraine War) ચાલુ છે. તે જ સમયે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી (President of Ukraine Zelensky) તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું, 'હું રશિયા સાથે સમાધાન માટે તૈયાર(Ukraine ready for compromise)છું. તેમણે કહ્યું કે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરવા તૈયાર છે. પરંતુ જો તેમની વાટાઘાટો ફરી નિષ્ફળ જાય છે, તો તેનો અર્થ ત્રીજુ વિશ્વ યુદ્ધ હોઈ શકે છે.
યુક્રેનના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન, કહ્યું- પુતિન સાથે સમાધાન કરવા તૈયાર - President of Ukraine Zelensky
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ(President of Ukraine Zelensky) કહ્યું, 'હું પુતિન સાથે વાતચીત માટે તૈયાર છું.' તે જ સમયે, તેમણે ચેતવણી આપી હતી કે જો તેમની વાતચીત ફરી નિષ્ફળ જાય છે, તો તેનો અર્થ ત્રીજુ વિશ્વ યુદ્ધ(Third World War) હોઈ શકે છે.
યુક્રેનના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન, કહ્યું- પુતિન સાથે સમાધાન કરવા તૈયારયુક્રેનના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન, કહ્યું- પુતિન સાથે સમાધાન કરવા તૈયાર
યુક્રેનની સેના હાર સ્વીકારવા તૈયાર નથી: રશિયા તરફથી યુક્રેનના રહેણાંક વિસ્તારો પર હુમલાઓ ચાલુ છે. આ દરમિયાન યુક્રેનના ઘણા વિસ્તારો લગભગ તબાહ થઈ ગયા છે. તે જ સમયે, યુક્રેનની સેના હાર સ્વીકારવા તૈયાર નથી. યુક્રેનની સેના મક્કમતાથી રશિયન સૈનિકોનો સામનો કરી રહી છે.