ગુજરાત

gujarat

ETV Bharat / international

જાણો શું છે, બ્રિટિશ PM બોરિસ જૉનસનના ભારત સાથેના સંબંધ - boris johnson and india NEWS

બ્રિટિશઃ પોતાની જીતનો ઝંડો લહેરાવનાર બ્રિટિશના PM બોરિસ જૉનસનને કોઈ ઓળખાણની જરૂર નથી. આ એ જ બોરિસ જૉનસન છે, જેમણે પોતાના પ્રવાસ દરમિયાન ભારતને અદભુત અને સુંદર દેશ ગણાવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, તેમનો અને ભારત વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. તો આ સંબંધ જાણવા માટે વાંચો આ અહેવાલ..

PM બોરિસ જૉનસન
PM બોરિસ જૉનસન

By

Published : Dec 17, 2019, 10:53 AM IST

ખરેખર... જૉનસન અને ભારત વચ્ચે ખૂબ નજીકનો અને ખાસ સંબંધ છે. તેમની પત્ની મરીના હ્યીલર ભારતના જાણીતા સ્તંભકાર દિવંગત ખુશવંત સિંહની ભત્રીજી છે અને સરદાર બહાદુર સર સોભાસિંહ (OB)ની પૌત્રી છે. જે દિલ્હીના લૂટિયન્સ ઝોન બનાવનાર કોન્ટ્રાક્ટરમાના એક હતાં.

55 વર્ષીય બોરિસ મરીનાની સાથે 1933માં તેમના લગ્ન થયા હતાં. તે ઘણી વખત ભારતમાં આવી ચૂક્યાં છે. તેમણે પોતે પણ ઘણીવાર કહ્યું છે કે, "તે ભારતના જમાઈ છે."

ઉલ્લેખનીય છે કે, 2015માં બ્રિટેનની વેમ્બલીમાં યોજાયેલી રેલીમાં જૉનસને વડાપ્રધાન મોદીને પટાખા કહીને સંબોધ્યા હતાં. આમ, બોરિસ જૉનસન અનેકવાર ભારત પ્રત્યેની લાગણી વ્યક્ત કરતા જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details